એપ્રિલથી હોમ અને કાર લોનધારકોને ફાયદો

December 6, 2018 at 11:00 am


એપ્રિલ મહિનામાં નાના અને મધ્યમ એકમો તેમજ હોમ અને કાર લોનધારોને કદાચ ખુશ થવાની તક મળશે. ખાસ કરીને રિઝર્વ બેન્ક જ્યારે વ્યાજદરમાં ઘટાડો કરશે ત્યારે તમામ બેન્કોએ લોનના દર કોમન બેન્ચમાર્કની સમકક્ષ કરવા પડશે. ઉપરાંત, ગ્રાહકની ક્રેડિટ રિસ્ક પ્રાેફાઇલમાં ફેરફાર નહી થાય તો લોનની સંપૂર્ણ મુદતમાં સ્પ્રેડ પણ સમાન રહેશે. આ પગલાથી ઋણધારકો માટે વ્યાજદરની પ્રક્રિયા પારદર્શક બનશે.

આરબીઆઇએ 1 એપ્રિલ 2019 વ્યિક્તગત રિટલ અને એમએસએમઇ લોનના દરને તમામ નવા ફલોટિંગ રેટ સાથે જોડવાની જાહેરાત કરી છે. લોનના દરને સૂચવવામાં આવેલા ચાર એકસ્ટર્નલ બેન્ચ માર્કમાંથી કોઇ એક સાથે લિંક કરવો પડશે. જેમાં આરબીઆઇના પોલીસી રેપો રેટ કે ભારત સરકારની 91 દિવસની ટ્રેઝરી બિલ યિલ્ડ કે 182 દિવસની ટ્રેઝરી બિલની યિલ્ડનો સમાવેશ થાય છે. રિઝર્વ બેન્ક ડિસેમ્બરના અંતે આખરી માર્ગરેખા જાહેર કરશે. આ પગલાથી લોન કેટેગરીમાં સ્ટાન્ડડાર્ઇઝેશન વધશે. એપ્રિલ 2016માં બેન્કોએ ધિરાણદરને માર્જિનલ કોસ્ટ આેફ લેન્ડિ»ગ રેટ સાથે લિંક કર્યા હતાં.

Comments

comments