એફઆરસી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી

February 12, 2019 at 11:42 am


એફઆરસી મુદ્દે આજે સુપ્રિમમાં સુનાવણી શરૂ કરાશે. ખાનગી સ્કૂલોની ફીની સમસ્યાને લઇ બે વર્ષથી વિવાદ ચાલી રહ્યાે છે. ફી કમિટીની નિર્ધારિત ફીનો સ્કૂલ સંચાલકો ઉલાળયો કરતા હોવાના મુદ્દાને લઇ વાલીઆેએ સુપ્રિમનો દરવાજો ખખડાવ્યો છે.
રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી નકકી કરવા માટે નિમાયેલી ફી કમિટી સહિતના મુદ્દે આજે સુપ્રિમમાં સુનાવણી શરૂ કરાશે. આ સુનાવણી બાદ સુપ્રિમ પોતાનો ચૂકાદો જાહેર કરે તેવી સંભાવના છે. આ અંગેની વિગત મુજબ ખાનગી સ્કૂલો દ્વારા તગડી ફી લેવામાં આવતા તેના પર સરકારે લગામ લગાવવા ફી નિયમન વિÛયક અમલમાં લાવ્યો હતો. જેમાં સ્કૂલોની ફી માટે ધારા ધોરણ નકકી કરવામાં આવ્યું હતું. જે સ્કૂલોને વધુ ફી લેવી હોય તેમને ફી કમિટી સમક્ષ દરખાસ્ત મુકવાની તાકીદ પર કરાઇ હતી. આ મુદ્દે સંચાલકો સૌપ્રથમ હાઇકોર્ટમાં અને ત્યારબાદ આ કેસ સુપ્રિમ કોર્ટમાં ગયો હતો. હાલમાં આ કેસની વધુ સુનાવણી આજે હાથ ધરાશે.
જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટના હિયરિ»ગ બાદ આજે વાલીઆે દ્વારા સ્કૂલો ફી કમિટીના નિર્ણયનો ઉલાળયો કરતી હોવાનો મુદ્દાે પણ મુકવામાં આવશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આજે ગુજરાતમાંથી વાલી મંડળ, સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઆે હાજર રહ્યા છે.

Comments

comments

VOTING POLL