એમેઝોન કિશોર બિયાનીની કંપનીમાં 70 કરોડ ડોલર રોકશે

August 27, 2018 at 11:03 am


અમેરિકી ઈ-કોમર્સની ટોચની કંપની એમેઝોનના ભારતીય એકમે હવે કિશોર બિયાનીના ફયુચર ગ્રુપમાં 700 મિલિયન ડોલરના રોકાણની તૈયારી શરૂ કરી છે 70 કરોડ ડોલરનો આ સોદો થવાનો છે.
એમેઝોનના ભારતીય એકમ દ્વારા કિશોર બિયાની સાથે બેઠકોનો દોર ચાલી રહ્યાે છે. ફયુચર ગ્રુપમાં એમેઝોન 15થી 20 ટકાની હિસ્સેદારી રાખવા માગે છે.
રીટેઈલ મારકેટમાં આવા જંગી ક્ષેત્રમાં જોરદાર સ્પર્ધા શરૂ થશે તેમ માનવામાં આવે છે.
બન્ને કંપનીનાં પ્રતિનિધિઆે વચ્ચે ટર્મ અને રેગ્યુલેશનના મુદાઆે પર ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં જ આ સોદાને કલિયર કરવામાં આવશે.
જો આ ડીલ ફાઈનલ થઈ જશે તો પછી તે રોકડ અને શેરોમાં થઈ શકે છે. એમેઝોનની સૌથી મોટી હરિફ કંપની વોલમાર્કે ઈ-કોમર્સ કંપની ફલીપ કાર્ડમાં 77 ટકા ભાગીદારી કરી છે.
વર્લ્ડની સૌથી મોટી રીટેઈલ કંપની વોલમાર્ટે આવું જોડાણ કરતાં એમેઝોન પાસે બીજો કોઈ રસ્તો નહતો.
વોલમાર્ટ અને એમેઝોન વચ્ચે અમેરિકામાં કટ્ટર હરિફાઈ ચાલી રહી છે અને એકબીજાને પછાડવાના પેંતરામાં ભારતની કંપનીઆે ફાવી રહી છે.
આ બન્ને કટ્ટર હરિફો હવે ભારતમાં પોતાની લડાઈ આક્રમક બનાવવા માગે છે અને બીજી કંપનીઆેને સાથે લેવા સિવાય એમની પાસે બીજો કોઈ રસ્તો નથી.
ફયુચર ગ્રુપના એક નિકટતમ સ્ત્રાેતે એવી માહિતી આપી છે કે, બન્ને કંપનીઆેએ વાતચીત આગળ વધારવા માટે એક સમજૂતિ પર હસ્તાક્ષર પણ કરી લીધા છે.
અત્યારે તો કિશોર બિયાનીની કંપનીમાં 15થી 20 ટકાની ભાગીદારીની જ વાત છે પરંતુ ભવિષ્યમાં આ આંકડો વધી શકે છે તેમ ચર્ચાઈ રહ્યું છે.

Comments

comments