એમેઝોન તેમજ વોલમાર્ટને 50 અબજ ડોલરનાે ફટકો

February 2, 2019 at 7:52 pm


ભારતની સાૈથી મોટી આેનલાઈન રીટેલર ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સેદારી ધરાવનાર અમેરિકા સ્થિત મહાકાય કંપનીઆે એમેઝોન અને વોલમાર્ટને માકેૅટ મૂડીની દ્રષ્ટીએ 50 અબજ ડોલરનું નુકસાન થઈ ગયું છે. સરકાર દ્વારા સુધારવામાં આવેલી ઈ-કોમસૅની પાેલિસી અમલી બનાવી દેવામાં આવ્યા બાદ આ બંને કંપનીઆેને જંગી નુકસાન થઈ ગયું છે. બંને કંપનીને ભારતીય રીટેલ માકેૅટમાં ખુબ મોટી તાકાત ઝીંકી છે. એમેઝોને અહીં પાંચ અબજ ડોલર લગાવી દીધા છે. જ્યારે વોલમાટેૅ ફ્લિપકાર્ટમાં કંટ્રાેલીંગ હિસ્સેદારી ખરીદવા માટે ગયા વષેૅ 16 અબજ ડોલર ખર્ચ કર્યા હતા. નાસ્ડેકમાં લિસ્ટેડ એમેઝોનના શેરમાં પાંચ ટકાથી વધુનાે ઘટાડો થતા તેની માકેૅટ મૂડીમાં 45 અબજ ડોલરથી વધુનાે ઘટાડો થયો હતાે. આવી જ રીતે વોલમાર્ટના શેરન કિંમતમાં ન્યૂયોર્ક સ્ટોક એક્ષચેન્જમાં 2.06 ટકાનાે ઘટાડો થતા તેની માકેૅટ મૂડી 93.86 અબજ ડોલર સુધી ઘટી ગઈ હતી.

અમેરિકામાં શુક્રવારના દિવસે કારોબારના અંતે એમેઝોનની માકેૅટ મૂડી 795.18 અબજ ડોલર જ્યારે વોલમાર્ટની માકેૅટ મૂડી 272.69 ડોલર રહી હતી. એમેઝોનના શેરની કિંમતમાં ઘટાડો થતા આની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી રહી છે. ભારતમાં નવી પાેલિસી અમલી બની રહી છે જેની સીધી અસર આ બંને કંપનીઆે ઉપર પણ થઈ છે. ઈ-કોમસૅના પ્રત્યક્ષ મૂડીરોકાણના નવા નિયમો શુક્રવારથી અમલી બની ગયા છે. આ નવા નિયમ અમલી બની ગયા બાદ ગ્રાહકોને મળનાર અનેક સુવિધાઆે પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. નવી વ્યવસ્થામાં ગ્રાહકોને ચીજ વસ્તુઆે પહેલા જે એક બે દિવસમાં મળતી હતી તેની સરખામણીમાં હવે ચારથી સાત દિવસમાં મળશે. ઉપરાંત કિંમત પણ સરખામણીની દ્રષ્ટીએ વધારે ચુકવવી પડશે. મોબાઈલ, ઈલેકટ્રાેનિક્સ, ગ્રાેસરી, ફેશન સહિતની ચીજવસ્તુઆેમાં નવા નિયમ બાદ એમેઝોનને પેદાશોને દુર કરવાની ફરજ પડી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે ક્લાઉડ ટેલ અને એપેરિયો જેવા સેલસેૅ કામ કરવાનું બંધ કરી દીધું છે. આ બંને કંપનીઆેમાં એમેઝોનની હિસ્સેદારી છે.

Comments

comments

VOTING POLL