એરટેલ, વોડા, જીઆેના બિલ માેંઘા થશે

December 2, 2019 at 8:16 pm


Spread the love

મોબાઇલ ફોન બિલ આવતીકાલથી માેંઘા થશે. એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જીઆેએ પાેતાના ટેરિફ માેંઘા કરવાની જાહેરાત કરી દીધી છે. ટેરિફમાં વધારો કરવાની જાહેરાત બાદ એરટેલ અને વોડાફોનના શેરમાં ઉછાળો આવી ગયો છે. એરટેલ અને વોડાફોનઆઈડિયાની વધેલી કિંમતાેવાળા પ્રિપેઇડ પ્લાન આવતીકાલથી લાગૂ થશે જ્યારે રિલાયન્સ જીઆેએ છઠ્ઠી ડિસેમ્બરથી કિંમતાે વધારવાની જાહેરાત કરી છે. એરટેલનું કહેવું છે કે, તેના ટેરિફની કિંમતાેમાં 50 પૈસાથી લઇને 2.85 રૂપિયા પ્રતિદિવસ ુસધીનાે વધારો થયો છે જ્યારે વોડાફોન આઈડિયાએ ટેરિફની કિંમતાેમાં 42 ટકા સુધીનાે વધારો કયોૅ છે જ્યારે જીઆેએ કહ્યું છે કે, તેના પ્લાન 40 ટકા માેંઘા થશે જેમાં બીજી કંપનીઆેની સરખામણીમાં ગ્રાહકોને 300 ટકા વધારે ફાયદો થનાર છે. રિલાયન્સ જીઆેએ હાલમાં જીઆેથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે છ પૈસા પ્રતિ મિનિટ લાગૂ કર્યા છે. હવે વોડાફોન અને આઈડિયા તેમજ એરટેલ પણ આજ રસ્તે આગળ વધી રહ્યાા છે. બંને કંપનીઆેએ પાેતાના અનલિમિટેડ કોલિંગ પ્લાનની સાથે એફયુપીની આેફર કરી છે. આ હેઠળ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે હવે લિમિટ નક્કી કરી દેવામાં આવી છે. નિર્ધારિત લિમિટ પૂર્ણ થયા બાદ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ગ્રાહકોને છ પૈસા પ્રતિમિનિટ આપવા પડશે. એરટેલ અને વોડાઇફોન આઇડિયાના 28 દિવસના વેલિડિટિવાળા પ્લાન 40 ટકા માેંઘા થયા છે. 28 દિવસ માટે 100 એમબી ડેટાવાળા 35 રૂપિયાના આ પ્લાન હવે 49 રૂપિયામાં પડશે જ્યારે 200 એમબી ડેટાવાળા 65 રૂપિયાના પ્લાન 79 રૂપિયામાં પડશે તેમાં 21 ટકાનાે વધારો થયો છે. એરટેલના અનલિમિટેડ કોલિંગ અને ડેટાવાળા 249 રૂપિયા અને 248 રૂપિયાવાળા પ્લાન હવે ક્રમશઃ 298 અને 598 રૂપિયામાં પડશે. 598 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટી રહેશે. 28 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં 1000 અને 84 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં 3000 એફયુપી મળશે. એટલે કે ફેયર યુઝ પાેલિસી મુજબ આ પ્રક્રિયા આગળ વધશે. આ મિનિટો ખતમ થઇ ગયા બાદ એરટેલથી બીજા નેટવર્ક પર કોલ કરવા માટે છ પૈસા પ્રતિમિનિટનાે ચાર્જ લાગશે. વોડાફોનના 84 દિવસવાળા પ્લાનની કિંમત 50 ટકા વધી છે. 399 અને 511 રૂપિયાવાળા પ્લાન હવે 599 અને 699માં પડશે. જો કે, 399 રૂપિયાવાળાપ્લાનમાં રોજ વન જીબી ડેટા મળતા હતા. કિંમતાેમાં વધારો કરવાથી પહેલા સ્પષ્ટતાઆે પણ કરવામાં આવી છે. જાણકાર નિ»ણાતાેના કહેવા મુજબ ટેલિકોમ કંપનીઆે આગામી છથી નવ મહિનામાં પાેતાના નેટવર્ક પર પણ કોલ કરવા માટે ચાર્જની શરૂઆત કરી શકે છે જેના પરિણામ સ્વરુપે ફરીથી ડâુઅલ સીમ પ્રવાહ શરૂ થાય તેવી શક્યતા છે. ટેરિફમાં વધારો કરાયા બાદ 100 કરોડ મોબાઇલ ગ્રાહકોને અસર થશે.