એરડા ગામે લૂંટ–મારામારીના કેસમાં આરોપીઓ નિર્દેાષ

February 6, 2018 at 2:09 pm


પોરબંદર નજીકના એરડા ગામે નવ મહિના પહેલા હોટેલમાં લૂંટ, મારામારી, તોડફોડનો ગુન્હો નોંધાયો હતો, જેમાં તમામ આરોપીઓનો નિર્દેાષ છૂટકારો થયો છે.
આ અંગેની પ્રા વિગત મુજબ લખમણ ભુરા ગોરસેરાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે ભીમા અરજન ભુતીયા, વિસા ભીમા ભુતીયા, હરદાસ કારાભાઈ કારાવદરા અને મેરખી કાનાભાઈ ભુતીયાએ એકસપં કરી ગઈ તા. ૧૯ મે ૨૦૧૭ ના રોજ રાત્રે ૧ કલાકે તેમની એરડા ગામે આવેલ હોટલનું શટર કોસ જેવા હથીયારથી ઉંચકાવી હોટેલની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી હોટેલમાં રહેલ એલ.ઈ.ડી. ટીવી વગેરે કિંમતી ચીજવસ્તુઓની તોડફોડ કરી હતી તેમજ હોટેલના થડામાં રહેલ રૂા. ૧૦,૦૦૦ ની લૂંટ કરી હતી. આ ઉપરાંત તે સમયે ફરિયાદી ત્યાં પહોંચી જતા ફરિયાદી ઉપર છુટા પથ્થરના ઘા કરી મુઢ ઈજા પહોંચાડી ગુન્હો કર્યા સંબંધેનો આરોપ મૂકી તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જેથી આરોપીને અદાલત સમક્ષ હાજર થવા ફરમાન કરતા આરોપીઓએ હાજર થઈ ગુન્હાનો ઈન્કાર કરતા ફરિયાદપક્ષનો પુરાવો નોંધવામાં આવેલ હતો, જેમાં સરકાર પક્ષે પોલીસ, સાહેદ તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલા.
ત્યારબાદ બચાવપક્ષે ફરિયાદી તથા સાહેદોની ઉલટતપાસ કરવામાં આવેલ. આ કામે આરોપી તરફે વકિલે કોર્ટમાં એવી દલીલો કરેલ કે, આ કામના ફરિયાદપક્ષે પોતાનો કેસ આરોપીની સામે નિ:શંકપણે પુરવાર કરેલ નથી કે, રજુ રાખેલ દસ્તાવેજી આધાર–પુરાવાઓને શંકા રહીત રીતે સમગ્ર રેકર્ડ જોતા પુરવાર કરેલ ન હોય અને આરોપીની સામેનો આક્ષેપ નિશંકપણે ફરિયાદપક્ષે પુરવાર કરવાનો હોય છે, આરોપીએ પોતાની નિર્દેાષતા પુરવાર કરવાની નથી, આરોપીએ તો માત્ર શંકા દર્શાવવાની રહે છે જે શંકાનું નિવારણ ફરિયાદપક્ષ નિશંકપણે પુરવાર ન કરે તો તેનો લાભ ચોક્કસ આરોપીને મળે છે. આમ કાયદાને લગતી વિગતવાર ચર્ચાઓ તથા દલીલો આરોપી પક્ષના વકિલ જે.પી. ગોહેલની ઓફિસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, રાહત્પલ એમ. શીંગરખીયા, વી.જી. પરમાર, એમ.ડી. જુંગી, પી.બી. પરમાર, જીજ્ઞેશ ચાવડા વિગેરેની રજુઆતો તેમજ દલીલો તેમજ રજુ થયેલા ચુકાદાઓ ધ્યાને રાખી આરોપીને પુરાવાના અભાવે નિર્દેાષ ઠરાવી છોડી મૂકવાનો હત્પકમ અદાલતમાં કરવામાં આવ્યો હતો

Comments

comments