એરોડ્રામ રોડ પાસેની એકજાન સોસાયટી ગેરકાયદે ઠરી

February 1, 2018 at 4:20 pm


રાજકોટમાં એરોડ્રામ રોડ પાસે આવેલી એકજાનનગર હાઉસિંગ સોસાયટીવાળી હાઈકોર્ટે ફાજલ જાહેર કરેલી જગ્યાને ખાનગી માલિકીની ઠરાવવાના દાવામાં સિવિલ કોર્ટે દાવો રદ કરીને જગ્યા સરકાર હસ્તક (શ્રી સરકાર) કરવા હકમ કરતા સોસાયટીના સભય્માં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટના એરોડ્રામ રોડ ઉપર આવેલ એકજાનનગર કો.ઓ.હાઉસિંગ સોસાયટી લી. સમાજના લોકોએ વર્ષ 1980માં સ્વ.ટપુભાઈ ખોડાભાઈ બેચર પાસેથી સૂચિત સોસાયટીના નામે રજિસ્ટર્ડ કરાવી સભ્યોને પ્લોટની વહેંચણી કરેલી જે કુલ જગ્યા રાજકોટ કોર્પોરેશનના આવેલ સર્વે નં.481ના પ્લોટ નં.45થી 67ની જમીન કુલ ચો.મી. 12,025 તથા આજ સોસાયટીનો સાર્વજનિક પ્લોટ કુલ ચો.મી.1486 હતો. ત્યારબાદ આ જગ્યા પર સમાજના લોકો દ્વારા મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ સદરહં જગ્યાને શહેરી જમીન ટોચમયર્દિા કાયદા અન્વયે નિયત સમય મુજબ બાંધકામ કરવા માટે વર્ષ 1980માં ફાળવવામાં આવ્યા બાદ સદર જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યો હ્તો. જેની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવાનો હકમ કરેલ. ત્યારબાદ સદર સોસાયટી દ્વારા ગુજરાત રાજ્ય મહેસુલ પંચમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં પણ રાજકોટ કલેકટર દ્વારા કરવામાં આવેલા હકમને માન્ય રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ સદરહ સોસાયટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.સિવિલ એપ્લિકેશન કરવામાં આવેલી જેમાં તા.16-2-91ના રોજ સદરહં જગ્યાને એકસેલ વેક્ધટ લેન્ડ જગ્યા ઠરાવવામાં આવેલી આમ હાઈકોર્ટ દ્વારા સદરહં જગ્યાને ફાજલ ગણવામાં આવતા તેને સરકારમાં દાખલ કરવામાં આવેલી અને જે આજ દિન સુધી કાયમ રહેલ તેમજ સોસાયટી દ્વારા તે હકમ પડકારવામાં આવેલ નહીં.
ત્યારબાદ આ કામમાં સોસાયટી દ્વારા મુળ ખેડૂત ખોડા બેચરના વારસો પાસેથી જમીનનો દસ્તાવેજ કરવા અંગેનો દાવો સ્પે.દિ.કે.નં.1225/2003થી દાખલ કર્યો હતો. અને જેમાં સોસાયટી અને મુળ ખેડૂત દ્વારા કેસ ચલાવી સરકારી ખાનગી માલિકીનો ઠરાવવા માટે દાવો કરવામાં આવ્યો હતો. સદર કેસમાં સરકારનું હિત સમાયેલહોવા છતાં સરકારનો પક્ષકાર તરીકે જોડવામાં આવેલ નહીં. આ કોર્ટમાં સરકારી વકીલ તરીકે જોડવાની અદાલતમાં અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષકારો સામસામે વિરોધીઓ હોવા છતાં એક સૂરે સરકારને પક્ષકાર તરીકે જોડવા સામે વાંધો લીધો હતો. પરંતુ તેમ છતાં અદાલત દ્વારા બધા પક્ષકારોની દલીલો સાંભળીને સરકારી વકીલ રક્ષિત કલોલાની અરજી ગ્રાહ્ય રાકી સરકારને પક્ષકાર તરીકે જોડેલ. ત્યારબાદ રાજકોટ કલેકટર દ્વારા સદર કેસમાં વિગતવાર કેસની તમામ હકીકતા, સાથે જવાબદાર અધિકારીને કામગીરી સોંપી તે જે સમયના દસ્તાવેજોની પૂર્તતા કરેલ તેમ ઠરાવીને એકજાનનગર સોસાયટીના સભ્યો અને મુળ ખેડૂત દ્વારા મિલાપીપણું કરી સરકારની કરોડો પિયાની જમીનને ખાનગી ઠેરવી નાખવાનો દાવો અદાલતે રદ કરેલ છે. અને જેથી સદરહં જગ્યાને સરકારી જમીન ગણી શકાય. આ કામમાં સમગ્ર દાવો સરકારી વકીલ તરીકે રક્ષિત વી.કલોલાએ ચલાવેલ હતો અને તેમની દલીલોને ધ્યાને લઈ સદર દાવાને રદ કરી કરોડો પિયાની કિંમતી જમીનને શ્રી સરકાર ઠરાવવાનો હકમ ફરમાવવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL