એર ઇન્ડિયા વેચાણ : શાહ પેનલનું નેતૃત્વ કરવા સજ્જ

July 18, 2019 at 8:08 pm


ગૃહમંત્રી અમિત શાહ એર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટના મામલામાં ફરી રચવામાં આવેલા ગ્રુપ આેફ મિનિસ્ટસૅનું નેતૃત્વ કરનાર છે. માગૅ પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ પેનલમાંથી પડતા મુકવામાં આવી ચુક્યા છે. એર ઇન્ડિયાના વેચાણને લઇને રચવામાં આવેલી પ્રધાનાેની પેનલમાં અમિત શાહ નેતૃત્વ કરશે. પેનલ દ્વારા એર ઇન્ડિયા વેચાણ માટે રુપરેખા નક્કી કરવામાં આવશે. અમિત શાહના નેતૃત્વમાં આ પેનલમાં ચાર પ્રધાનાે રહેશે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામન, વાણિજ્ય અને રેલવે મંત્રી પીયુષ ગાેયેલ અને નાગરિક ઉ?યનમંત્રી હરદીપનાે સમાવેશ થાય છે.

હરદીપિંસહ પુરીને પણ પેનલમાં રાખીને તમામ માહિતી મેળવવાનાે હેતુ રાખવામાં આવ્યો છે. આ પેનલનું નામ એર ઇન્ડિયા સ્પેશિફિક અલ્ટરનેટિવ મેકેનિઝમ રાખવામાં આવ્યું છે. 2017 જૂનમાં પ્રથમ વખત આની રચના કરાઈ હતી. તે વખતે તેમાં પાંચ સÇયો હતા અને તેનું નેતૃત્વ તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કરવામાં આવ્યું હતું. તે વખતે પેનલમાં માગૅ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હતા. સુત્રોના કહેવા મુજબ મોદી સરકાર-2 સત્તામાં આવ્યા બાદ જીઆેએમની ફરી રચના કરવામાં આવી છે પરંતુ આ વખતે ગડકરીનાે સમાવેશ કરાયો નથી. પ્રથમ અવધિમાં મોદી સરકારે એર ઇન્ડિયામાં સરકારની 76 ટકા હિસ્સેદારી ખરીદવા માટે 2018માં મૂડીરોકાણકારો પાસેથી બિડ આમંત્રિત કરવામાં આવ્યા હતા. મેનેજમેન્ટ કન્ટ્રાેલ સાથે હિસ્સેદારી ખરીદવા માટે બિડ આમંત્રિત કરાયા હતા. જો કે, આ સમગ્ર પ્રક્રિયા ફ્લાેપ રહી હતી. કારણ કે, મૂડીરોકાણકારો તેમના બીડમાં આગળ આવ્યા ન હતા. ત્યારબાદ આ પ્રક્રિયાને આગળ વધારવાનાે નિર્ણય કરાયો હતાે. હવે ફરી એકવાર ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 26મી જુલાઈના દિવસે સંસદ સત્રની પૂણાૅહૂતિ બાદ બેઠક મળનાર છે. બજેટમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાગેૅટ 1.05 લાખ કરોડનાે રાખવામાં આવ્યો છે.

Comments

comments