એર ઈન્ડિયાને મોટો ઝટકો: 6 એરપોર્ટ ઉપર ઈંધણ સપ્લાય અટકાવાયો

August 23, 2019 at 12:37 pm


ખોટના ખાડામાં ચાલી રહેલી સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. 6 એરપોર્ટ ઉપર ઈંધણ પૂરું પાડતી કંપ્નીઓએ બાકી લેણાનું ચૂકવણું ન થતાં ઈંધણનો જથ્થો આપવાનું બંધ કરી દીધું હોવાની સ્પષ્ટતા એર ઈન્ડિયાએ કરી છે.
6 મોટા એરપોર્ટ રાંચી, મોહાલી, પટણા, વિજાગ, પૂના અને કોચી એરપોર્ટ ઉપર ઈંધણની સપ્લાય અટકાવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઈંધણનો પૂરવઠો બંધ થઈ જતાં ફ્લાઈટ કેન્સલ કરવા સુધીની નોબત આવી શકે છે જેના કારણે અનેક મુસાફરો રઝળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા કંપ્ની છેલ્લા ઘણા સમયથી ખોટમાં ચાલી રહી છે તેના કારણે જ તેનું ખાનગીકરણ કરી નાખવાનો નિર્ણય લેવાયો હતો જો કે હિસ્સેદારીને લઈને કોઈએ રસ ન દાખવતાં આ મામલો પણ અધ્ધરતાલ થઈ જવા પામ્યો છે.

Comments

comments

VOTING POLL