એર ઈન્ડિયામાં 100 ટકા વિનિવેશની તૈયારી

July 19, 2019 at 10:45 am


સરકાર એર ઈન્ડિયાની તમામ ભાગીદારી વેચવાની રજૂઆત કરી શકે છે. પાછલા વર્ષે જૂનમાં વિનિવેશ પ્રક્રિયા નિષ્ફલ થવાને કારણે હવે નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યાે છે.

સૂત્રોએ કહ્યું કે આ વખતે સરકાર એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારીનું વેચાણ કરવાની રજૂઆત કરી શકે છે. સરકારનો ઈરાદો વેચાણની પ્રક્રિયા ડિસેમ્બર-2019 સુધીમાં પૂરી કરી લેવાનો છે. સરકારે 2018માં એર ઈન્ડિયાની 76 ટકા ભાગીદારીનું વેચાણ અને એરલાઈનના વહીવટી તંત્રના નિયંત્રણ માટે રોકાણકારો પાસેથી બોલી મગાવી હતી. જો કે આ પ્રક્રિયા નિષ્ફળ નિવડી હતી અને રોકાણકારોએ એર ઈન્ડિયાને ખરીદવામાં કોઈ રસ દાખવ્યો નહોતો.

Comments

comments