એર સ્ટ્રાઇકના મુદ્દાથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો ં રાજકારણમાં ભારે ચર્ચા

February 27, 2019 at 11:17 am


લોકસભાની ચૂંટણી માર્ચ માસમાં જાહેર થાય તેવી સંભાવના છે. બરાબર તેવા સમયે જ પાકિસ્તાનમાં આવેલા આતંકીઆેના અડ્ડા પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકથી દેશભરમાં રાષ્ટ્રભિક્તનો મોટો જૂવાળ ઉભો થયો છે. આવી જ રીતે કાશ્મીરમાં આતંકીઆેના થઈ રહેલા સફાયાનો મુદ્દાે પણ સમગ્ર દેશમાં ચર્ચાની એરણે છે. આ બન્ને મુદ્દાઆે ભાજપ અને નરેન્દ્ર મોદી માટે લોકસભાની આગામી ચૂંટણીમાં કેટલા ફાયદારૂપ બનશે ં તેની ગણતરી રાજકીય નિરીક્ષકો માંડી રહ્યા છે.
ભારતીય વાયુ સેનાના જાબાજ જવાનોએ પાકિસ્તાનની અંદર ઘૂસી આતંકીઆેના શિબિરોનો સફાયો કરી ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસમાં વધુ એક સોનેરી પૃષ્ઠ ઉમેર્યુ છે અને વિશ્વ ને ભારતની પ્રચંડ તાકાત નો પરિચય પણ કરાવ્યો છે ત્યારે દેશમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ અને લોખંડી નિર્ણયશિક્તની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.
ભારતીય વાયુ સેનાના જુદાજુદા 12 મિરાજ લડાકુ વિમાનમાં સવાર થઈ ભારતના આત્મઘાતી બોમ્બર પાયલોટોએ પાકિસ્તાનની સીમામાં 80 કિલોમીટર અંદર ઘૂસીને માત્ર વીસ મિનિટની અંદર જૈશ – એ – મહંમદના જુદા જુદા આતંકી શિબિરોનો સફાયો કરી આશરે 350 જેટલા આતંકીઆેને મોતને ઘાટ ઉતારી દીધા છે. ભારતીય વાયુ સેનાના આ ખતરનાક અને જડબેસલાક સફળ આેપરેશન તથા મોદીના ખોફથી પાકિસ્તાનના હાજા ગગડી ગયા છે અને પાકનો ચિત્કાર વિશ્વની પ્રજાના કાને અથડાઈ રહ્યાે છે ત્યારે ભારતમાં રહેલા ગદ્દારો પણ મોદીના ખોફથી ફફડી ઉઠયા છે.
પાકિસ્તાનના આતંકીઆેના શિબિરોનો સફાયો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને ભારતની પ્રચંડ લોખંડી તાકાત નો પરિચય કરાવી દીધો છે અને ભારતને આેછું આંકવાની ભૂલ કોઈપણ દેશ કરે નહી તેવો આડકતરો સંકેત પણ વિશ્વને આપી દીધો છે. રાષ્ટ્રપ્રેમ અને દેશની સુરક્ષાના નામે સમગ્ર વિપક્ષ ને મોદી સરકારની પડખે રહ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી ન હતો અને તમામ વિપક્ષોએ પણ ભારતીય વાયુ સેનાના આતંકી શિબિર પર કરાયેલા હવાઇ હુમલાને એકસૂરે સમર્થન આપ્યું છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન દેશમાં ફરી એકવાર ભાજપને સફળતા અપાવશે તેવી રાજકીય પંડિતો હવે આગાહી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા ઉપર દેશ-વિદેશથી ભારતીય વાયુ સેના તથા વડાપ્રધાન મોદી ઉપર અભિનંદનની વષાર્ થઈ રહી છે. આગામી લોકસભાની ચૂંટણી ની જાહેરાત હવે એકાદ સપ્તાહમાં જ થવાની છે ત્યારે લોકજુવાળ જોતા કેટલાક રાજકીય નેતાઆેને કેન્દ્રમાં સત્તા મળવાના સપના પર પાણી ફરી વળ્યું હોય તેવા રોમાંચક અને ઉત્તેજનાસભર રાજકીય દ્રશ્યો સજાર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ બાહોશ,ચબરાક અને ગણતરીબાજ રાજકીય નેતા છે. પાકમાં આતંકી શિબિરો પર થયેલા હુમલાઆેની સફળતાને કેવી રીતે ચૂંટણીમાં એનકેશ કરવી તે મોદી થી વધારે કોઈ સારી રીતે જાણી શકતું નથી.
રાજસ્થાનના ચુરુ ખાતે 800 કિલો વજન ધરાવતા ભાગવત ગીતા ની પુસ્તકના વિમોચન પ્રસંગે વડાપ્રધાન મોદીએ ‘ મે શીશ નહી ઝૂકને દુંગા ભારતમાતા કા’ ની પંિક્તઆે ઉચ્ચારી પ્રજામાં જે રીતે જોશ અને ઉન્માદ જગાવ્યો છે તે જોતા એવું લાગે છે કે હવે લોકસભાની ચૂંટણી પણ પાકિસ્તાનના આતંકી કેમ્પો પર થયેલા સફળ હુમલાના નામે લડાશે. જે રીતે અત્યારે સમગ્ર દેશમાં ફરી એકવાર મોદી લહેર જોવા મળી રહી છે અને આ લહેર લોકસભાની ચૂંટણી સુધી ટકી રહેશે તો પરિણામ કેવા હશે તે જોવાનું રહેશે.

Comments

comments