એલઆેસી નજીક પાકે.20 ત્રાસવાદી કેમ્પ અને 20 લોન્ચ પેડ સક્રિય કર્યા

October 9, 2019 at 11:02 am


શિયાળો શરુ થાય એ પહેલા જેમ બને એમ વધુ ત્રાસવાદીઆે જમ્મુ અને કાશ્મીરમાં ઘુસાડવા માટે પાકિસ્તાને એલઆેસી નજીક 20 ત્રાસવાદી કેમ્પ અને 20 લોન્ચ પેડ સqક્રય કયા¯ હોવાની માહિતી મળી હતી. ભારતીય વાયુ સેનાએ ફેબ્રુઆરીમાં કરેલી ઍરસ્ટ્રાઇક બાદ આ કેમ્પોને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા હતા, પણ હવે એ ફરીથી સqક્રય કરવામાં આવ્યા છે. આ તાલીમ કેમ્પ અને લોન્ચ પેડમાં પ્રત્યેકમાં અંદાજે પચાસેક ત્રાસવાદીઆે હાજર છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર અને ભારતના અન્ય શહેરોમાં મોટે પાયે ત્રાસવાદી હુમલો કરવાની પેરવી કરી રહ્યું છે. ગુપ્તચર સંસ્થાએ આપેલી માહિતી પ્રમાણે પાકિસ્તાન હાલ કોઇ મોટો ત્રાસવાદી હુમલો કરાવી નથી શક્યું અને એ માટે એ જેમ બને એમ વધુ ત્રાસવાદીઆેને જમ્મુ-કાશ્મીરમાં ઘુસાડવા માગે છે.
એલઆેસી નજીક ભેગા કરવામાં આવેલા ત્રાસવાદીઆે તક મળે એટલે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા રહે છે. ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં 200થી 300 ત્રાસવાદીઆે સqક્રય છે અને શિયાળો શરુ થાય એ અગાઉ વધુમાં વધુ ત્રાસવાદી ભારતમાં ઘુસાડવા માટે પાકિસ્તાન સતત તોપમારો અને ગોળીબાર કરી રહ્યું છે.
તાજેતરના કાળમાં પાકિસ્તાને એલઆેસી નજીકના કાનાચક, આર એસ પુરા, હીરાનગર, પૂંચ, રાજૌરી, ઉરી, નામ્બલા, કારનાહ અને કેરાન સેક્ટરમાં વારંવાર યુÙવિરામનો ભંગ કર્યો છે.

Comments

comments