એલઓસી પર યુદ્ધ જેવી સ્થિતિ: ૫ાક.ની અનેક ચોકીઓ તબાહ: ૭ સૈનિક ઠાર

April 2, 2019 at 10:47 amનિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામવા જઈ રહી છે. રાજાૈરીથી પુંછ સુધી પાકિસ્તાન સેના દ્રારા આખો દિવસ યથાવત રહેલી ગોળીબારીનો મોડી સાંજે ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો હતો. પુંછ સેકટરમાં ભારતીય સેનાએ જોરદાર કાર્યવાહી કરતાં પાકિસ્તાનની આઠ ચોકીઓને નેસ્તોનાબૂદ કરી દીધી અને સાત પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા.
સીમાપાર ભારે નુકસાન થયું છે અને એમ્બ્યુલન્સની આવક–જાવક પણ વધી જવા પામી છે. ૧૦ વાગ્યે રાજાૈરીના નૌશેરાના લામ સેકટરમાં પણ પાકિસ્તાની સેનાએ ગોળીબારી વધારી દીધી છે. આ પહેલાં પાકિસ્તાની ગોળીબારમાં સીમા સુરક્ષા દળના એક ઈન્સ્પેકટર શહિદ થઈ ગયા હતા. યારે એક મહિલા સહિત પાંચ વર્ષીય બાળકીનું મોત નિપયું હતું. પાંચ જવાનો સહિત ૨૨ લોકો ઘાયલ થયા હતા. સ્થિતિને બગડતી જોઈ નિયંત્રણ રેખાથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલ બધં કરી દેવાઈ હતી.
સોમવારે સવારે પોણા આઠ વાગ્યે પુંછ સેકટર અને ત્યારપછી શાહપુર, કિરની, મેંઢર, બાંદી ચેચિયા, મંધાર, કૃષ્ણા ઘાટી, મનકોટ, બાલાકોટ અને મેંઢર સેકટરમાં સીમા પારથી ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો અને તે આખો દિવસ યથાવત રહ્યો હતો. ગોળીબારમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના ઈન્સ્પેકટર એલીસ્ક લાલ મીનલ શહિદ થઈ ગયા હતા યારે ચેચિયાન ગામમાં મોહમ્મદ શફીકની પાંચ વર્ષીય પુત્ર સોફિયા સહિતના મોત નિપયા હતા. યારે ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બીજી બાજુ ભારતીય સેનાએ સીમા પર ફરી એક વખત પાકિસ્તાનના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. પાકિસ્તાને સવારે ત્રણ વાગ્યે પંજાબ સીમા પર એફ–૧૬ લડાકુ વિમાનોનો એક મોટો કાફલો મોકલ્યો હતો. કાફલામાં ચાર લડાકુ વિમાન હતા પરંતુ સતર્ક રહેલી ભારતીય વાયુસેનાની ટીમે સુખોઈ અને મિરાજની મદદથી પાકિસ્તાનના વિમાનોને ખદેડી મુકયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની લડાકુ વિમાન સર્વિલાન્સ ડ્રોન સાથે ઉડાન ભરી રહ્યા હતા. દુશ્મન વિમાનોનોહેતુ સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય સેનાની હાજરીની ભાળ મેળવવાનો હતો. વાયુસેના આ આખા મામલાની તપાસ કરી રહી છે. પાછલા મહિને રાજસ્થાનના ગંગાનગરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના એક ડ્રોનને તોડી પાડયું હતું. પાછલા મહિને જ ભારત–પાકિસ્તાન સીમાના બીકાનેર સેકટરમાં પણ વિમાન ઉડતા દેખાયા હતા.

Comments

comments

VOTING POLL