એલપીજીને સ્થાને હવે સરકાર લાવશે કુકિંગ સબસિડી

July 16, 2018 at 11:10 am


સરકાર એલપીજી સબસિડીની જગ્યાએ કુકિંગ સબસિડી લાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ, સરકારી થિંક ટૈંક નીતિ આયોગ પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને જૈવ ઇંધણનો ઉપયોગ કરીને ખાવાનું પકાવનાર લોકોને ફાયદો પહોંચાડવા માટે એલપીજી સબસિડીની જગ્યાએ કુકિંગ સબસિડી લાવવાનાં પ્રસ્તાવ પર કામ કરી રહેલ છે.
આ મામલે નીતિ આયોગનાં વાઇસ ચેરમેન રાજીવ કુમારે સમાચાર એજન્સી સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે, ખાવાનું પકાવવા માટે ઉપયોગ કરવામાં આવેલ દરેક પ્રકારનાં ઇંધણ પર સબસિડી લાગુ હોવી જોઇએ. વર્તમાનમાં સરકાર એલપીજીનાં ઉપયોગકતર્ઓિને સબસિડી આપે છે.
તેઓએ કહ્યું કે,નીતિ આયોગ એલપીજી સબસિડીની જગ્યાએ કુકિંગ સબસિડી લાવવાનાં પ્રસ્તાવ પર કામ કરી રહેલ છે. એલપીજી એક વિશેષ ઉત્પાદક છે, સબસિડી ખાવાનું પકાવવા માટે ઉપયોગ કરવામાં આવતાં દરેક ઉત્પાદન/ઇંધણ પર લાગુ થવી જોઇએ. કેમ કે કેટલાંક શહેર એવાં છે કે જે પીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે તો તાર્કિક એ છે કે સબસિડી તેઓને પણ મળે.
કુમારે એમ પણ કહ્યું કે, એલપીજી ઉપયોગકતર્એિ મળી રહેલ સબસિડીને કારણે ગ્રામીણ વિસ્તારોમાં જૈવ ઇંધણ અને શહેરી ક્ષેત્રોમાં પીએનજી જેવાં સ્વચ્છ અને સસ્તા ઇંધણથી અપ્નાવવમાં ડખો કરી રહી છે. કુકિંગ સબસિડીથી સંબંધિત ફેરફાર રાષ્ટ્રીય ઉર્જા નીતિ 2030નાં ડ્રાફ્ટમાં શામેલ કરવાની સંભાવના દશર્વિવામાં આવી રહેલ છે. આ ડ્રાફ્ટ ગયા વર્ષે સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આ નીતિ અંતર-મંત્રાલયી પરામર્શ બાદ કેબિનેટ દ્વારા લાવવામાં આવશે.

Comments

comments

VOTING POLL