એલસીબીએ ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

May 20, 2019 at 10:03 am


Spread the love

પશ્ચિમ કચ્છ એલસીબીએ ૧૭ વર્ષથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડયો છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ભરંવરામ કહોલારામ બિસ્નોઈ છેલ્લા ૧૮ વર્ષથી અદાણી પોર્ટમાંથી સીપીયુ ક્રુડ ઓઈલ ર૩ર૯૦ કિ.રૂ. ૭ લાખ કંપનીમાં નહીં પહોંચાડી વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાના કેસમાં નાસતો ફરતો હતો. એેલસીબીને મળેલી બાતમીના આધારે ભરંવરામ બિસ્નોઈને ભુજ ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.