એલ.આઈ.સી.ને બચાવો

July 7, 2018 at 10:41 am


હમણાં હમણાં આઈડીબીઆઈ અને એલ.આઈ.સી. સમાચાર માધ્યમોમાં ચર્ચામાં છે. એલઆઇસી ઉપર માંદી આઇડીબીઆઈને ખરીદી લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે પણ ઘણા લોકો આવી હિલચાલનો વિરોધ કરી રહ્યા છે.એલઆઈસીમાં વીમાધારકોની શ્રદ્ધા છેઅને પ્રતિવર્ષ લોકો એલઆઈસીમાં વધુ ને વધુ રોકાણો કરે છે, એવી તેની આકર્ષક યોજનાઆે અને રોકાણો પર વળતર લોકો મેળવે છે. 2018ના નાણાકીય વર્ષમાં એલઆઈસીએ રુ. 3.18 લાખ કરોડનાં પ્રીમિયમની રકમ મેળવી છે. .

બીજી તરફ આઈડીબીઆઈ બેંકની એનપીએ માટેની જોગવાઈઆેમાં 77.9 ટકાનો વધારો થયો છે, જે ગયા નાણાકીય વર્ષના અંતે રુ. 6,054.39 કરોડની હતી એ આ વર્ષે રુ. 10,773.30 કરોડ પર પહાેંચી છે. જાણકારોનો એવો અંદાજ છે કે, એલઆઈસીએ 8 થી 10 હજાર કરોડ આઈડીબીઆઈમાં નાખવા પડશે. હવે જો હજારો કરોડ રુપિયા રોકવા છતાં આઈડીબીઆઈ બેંકની હાલતમાં સુધારો ન થાય તો પોલીસીધારકોએ એલઆઈસીમાં જમા કરાવેલી પ્રીમિયમની રકમ ડૂબી જ ગઈ ગણાય. તો, પછી વીમા કંપની પોલીસીધારકોએ વિવિધ યોજનાઆે હેઠળ જમા કરાવેલા નાણાં કઈ રીતે પાછા આપશેં

આ જ બાબતની ચિંતા નાણાં મંત્રાલયે કરવાની છે. કોઈ બેંકની સ્થિતિ સુધારવા એલઆઈસીનો ભોગ ન લેવાય એ ખાસ જોવાનું રહે. એલઆઈસીમાં જેટલો સરકારનો હિસ્સો છે, તેનાથી અનેક ઘણો દેશની પ્રજાનો છે.આવી સ્થિતિમાં સરકારે કોઈ વચલો માર્ગ કાઢવો જોઈએ તેવી લોકમાંગ છે.

Comments

comments

VOTING POLL