એલ.જી.બી.ટીને સ્વતંત્રતાઃ હવે શુંં?

September 7, 2018 at 10:11 am


દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિન્હ રુપ ચુકાદામાં લેિસ્બયન, ગે, બાયસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડરને એક પ્રકારે સ્વતંત્રતા આપી છે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે, આ શ્રેણીમાં આવતા લોકોને પણ સામાન્ય લોકોની જેમજ જીવન જીવવાનો અધિકાર છે અને તેમને સમાજે માનથી જોવા જોઈએ. સજાતીય સંબંધોને અટકારવી આઈ.પી.સી,ની કલામ 377ને પણ અદાલતે ગેરવ્યાજબી ગણી તેને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદા પછી હવે દેશમાં હવે બે વયસ્ક વ્યિક્ત વચ્ચે સમલ¦ગિક સંબંધ અપરાધ નહી ગણાય.

સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કલમ 377 પ્રમાણે સહમતિ વગર સમલ¦ગિક સંબંધ બાંધવા ગુનો ગણાશે પરંતુ સહમતી સાથે બાંધેલા સંબંધ ગુનાની શ્રેણીમાં નહી આવે. કોર્ટે કહ્યું કે બાળકો અને પ્રાણીઆે સાથે અપ્રાકૃતિક સેક્સ માણવું એ ગુનાની શ્રેણીમાં આવશે. વ્યિક્તગત ચોઇસનું સમ્માન આપવું પડશે. એલજીબીટીને પણ સમાન અધિકાર છે. રાઇટ ટુ લાઇફ તેમનો અધિકાર છે અને એ સુનિિશ્ચત કરવું કોર્ટનું કામ છે. કોર્ટે કહ્યું કે સહમતિથી પુખ્તના સમલ¦ગિક સંબંધ હાનિકારક નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં 2 જુલાઇ 2009ના રોજ બે પુખ્તવયમાં સહમતિથી અપ્રાકૃતિક સંબંધને ગુનો ગÎયો ન હતો એટલે કે તેને 377 આઈપીસીની કલમથી બહાર કરી દેવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના બે જજોની બેંચે 11 ડિસેમ્બર 2013ના રોજ હાઇકોર્ટના ચૂકાદાને બદલતાં તેને અપરાધ જ ગણાવ્યો હતો. પછી સુપ્રીમ કોર્ટે આ મામલે પુનવિર્ચાર અરજીને પણ નકારી કાઢતાં અપરાધ ગÎયો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી,

હવે અદાલતે વિવિધ શ્રેણીના લોકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે અને તેમના જીવનજીવવાના અધિકારની રક્ષા કરી છે ત્યારે જોવાનું એ રહે કે, તેમને સમાજમાંથી સ્વીકૃતિ મળે છે કે કેમ, કારણકે અત્યાર સુધી આવા લોકોને અપરાધી ગણીને ઘૃણાની નજરે જોવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL