‘એવેન્જર્સ-ઈિન્ફનિટી વાૅર’ ફિલ્મ વિશ્વભરમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ

May 16, 2018 at 5:45 pm


હાૅલીવૂડની ફિલ્મ ‘એવેન્જર્સઃ ઇિન્ફનિટી વાૅર’ બાૅક્સઆેફિસ ધણધણાવી રહી છે.વિશ્વભરમાં કમાણીના નવા રેકોર્ડ બનાવી રહેલી આ ફિલ્મ બાૅલીવૂડના બધા સુપરસ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડઝ તોડી રહી છે.
જેની સામે આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાનની ફિલ્મોના લાઇફટાઇમ કલેકશન્સ પણ નબળા પડી ગયા છે. તેની કમાણી જોરદાર થઇ રહી છે. માત્ર 16 દિવસમાં તેણે ફક્ત ભારતમાં જ રૂ. 210 કરોડની કમાણી કરી લીધી છે.
જ્યારે વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો ફિલ્મ આ વર્ષે વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.
આમિર ખાનની ‘થ્રી ઇડિયટ્સ’નું લાઇફટાઇમ કલેકશન 202 કરોડ રૂપિયા, શાહરુખની ‘હેપ્પી ન્યુ યર’નંુ 205 કરોડ રૂપિયા, અજય દેવગણની ‘ગોલમાલ અગેઇન’નું 206 કરોડ રૂપિયા, સલમાનની ‘પ્રેમ રતન ધન પાયો’નું 208 કરોડ રૂપિયા, એ બધાના કલેકશનને એવેન્જર્સે પાછળ પાડી દીધા છે. એવું કહેવાય છે કે ભારતમાં એવેન્જર્સ રૂ. 300 કરોડનું કલેકશન પાર કરી જશે.
વિશ્વભરના કલેકશનની વાત કરીએ તો ફિલ્મે પહેલા પાંચ દિવસમાં જ લગભગ રૂ. 5000 કરોડની કમાણી કરી લીધી છે.

Comments

comments

VOTING POLL