એસટીના 45000 કર્મચારીઆેની માગણી મામલે આજે યુનિયન-સરકાર વચ્ચે બેઠક

February 27, 2019 at 11:18 am


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના 45000 કર્મચારીઆેને 7મું પગારપંચ આપવાની ખાતરી મળતાં હડતાલ સમેટી લીધા બાદ આજે ત્રણેય મુખ્ય યુનિયનોની સંકલન સમિતિના આગેવાનો અને સરકાર નિયુકત કમિટી વચ્ચે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક મળનાર છે જેમાં રાજકોટ સહિત રાજ્યભરના કર્મચારી આગેવાનો ભાગ લેનાર હોવાનું જાણવા મળે છે.

વધુમાં કર્મચારી મહામંડળ, ભારતીય મઝદુર સંઘ અને વર્કસ ફેડરેશન (મજૂર મહાજન) સહિતના ત્રણેય મુખ્ય યુનિયનોના આગેવાનોની સંકલન સમિતિના હોદ્દેદારોના જણાવ્યા મુજબ આજે ગાંધીનગરમાં મળનાર ઉચ્ચસ્તરીય બેઠકમાં આિશ્રતો અને વારસદારોને નોકરી આપવા, આેવરટાઈમના વર્ષોથી બાકી પેમેન્ટ ચૂકવવા, ખાનગીકરણ બંધ કરવા, અન્યાયી બદલીઆેના હુકમ રદ કરવા, અન્યાયી પરિપત્રો રદ કરવા, કર્મચારીઆે સામેના કેસ પાછા ખેંચવા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરાશે.


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના આગેવાનો ગાંધીનગર રવાના
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ એસટી ડિવિઝનના યુનિયનના આગેવાનો ગાંધીનગર જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે જેમાં રાજકોટ ડિવિઝન, જૂનાગઢ ડિવિઝન, અમરેલી ડિવિઝન, જામનગર ડિવિઝન, ભાવનગર ડિવિઝન અને ભૂજ ડિવિઝનના આગેવાનો સમાવેશ થાય છે.

Comments

comments