એસટી નિગમમાં એરટેલને અલવિદા, વોડાફોન વેલકમ 650થી વધુ અધિકારીઓના મોબાઈલ નંબર બદલાયા

April 20, 2019 at 10:40 am


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં દસ વર્ષ બાદ તમામ અધિકારીઓના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવ્યા છે. એરટેલને અલવિદા કહી વોડાફોનને વેલકમ કરવામાં આવતાં 16 ડિવિઝન, 125 ડેપો, 300 ક્ધટ્રોલ પોઈન્ટ, વર્કશોપ અને એડમિન ઓફિસ તેમજ હેડ ઓફિસ સ્ટાફના અધિકારીઓ, ઈજનેરો અને કર્મચારીઓના મોબાઈલ નંબર બદલાઈ ગયા છે. હાલમાં નંબર પોર્ટેબિલિટીની સુવિધા ઉપલબ્ધ છે તેમ છતાં તેનો ઉપયોગ કરવાના બદલે 10 વર્ષ જૂના નંબરો રાતોરાત બદલી નાખવામાં આવતાં આશ્ર્ચર્યજનક ‘વહીવટી’ નિર્ણય લેવાયાની પણ ચચર્િ કર્મચારી વર્તુળોમાં થઈ રહી છે.

વધુમાં એસ.ટી. નિગમના કર્મચારી સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્યના તમામ 16 ડિવિઝન જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, અમરેલી, ભચ, ભાવનગર, જામનગર, ભુજ, ગોધરા, હિંમતનગર, જૂનાગઢ, મહેસાણા, નડિયાદ, પાલનપુર, વલસાડ સહિતના 16 ડિવિઝન ઉપરાંત હેડ ઓફિસ અને એડમિન ઓફિસના તમામ સ્ટાફના મોબાઈલ નંબર બદલાઈ ગયા છે.
રાજકોટ ડિવિઝનમાં વિભાગિય નિયામક ઉપરાંત રાજકોટ, ગોંડલ, મોરબી, ચોટીલા, વાંકાનેર, જસદણ, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના 9 ડેપો મેનેજરોના ફોન નંબર પણ બદલાઈ જતાં હાલમાં તો મુસાફરો ધંધે લાગી ગયા છે. મુસાફર જનતાને પોતાના ડેપો ખાતેથી સંબંધિત અધિકારીઓના નવા નંબરો નોંધી લેવા માટે તંત્રવાહકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Comments

comments