એસટી બસ હડતાલ ‘નોનસ્ટોપ’: ચકકાજામ

February 21, 2019 at 10:55 am


ગુજરાત રાજ્યની ગ્રામ્ય જનતાની લાઈફલાઈન સમી એસટી બસ સેવાની મધરાતથી હડતાલ પડતા રાજ્યભરમાં ચકકાજામ સજાર્ઈ ગયો છે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના 45000 કર્મચારીઆેને સાતમુ પગાર પંચ આપવા સહિતની માંગણીઆે મામલે ચાલતી વાટાઘાટો ‘બ્રેકડાઉન’ થતાં હવે એસટી બસની હડતાલ અચોકકસ મુદત સુધી ‘નોનસ્ટોપ’ ચલાવવા ત્રણેય મુખ્ય યુનિયનો કર્મચારી મહામંડળ, ભારતીય મઝદુર સંઘ અને વર્કસ ફેડરેશનની સંકલન સમિતિએ નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળે છે. હડતાલના પગલે 8000 એસટી બસના પૈડા થંભી ગયા છે અને રાજ્યભરમાં 25 લાખ મુસાફરો રઝળી પડયા છે. રાજ્યના કુલ 16 ડિવિઝનના 125 ડેપો અને 300 કંટ્રાેલ પોઈન્ટ ખાતે મધરાતથી બસના થપ્પા લાગી ગયા છે. પ્રતિ દિવસ અનુસારની ગણતરીએ આજે 44000 ટ્રીપ રદ થતાં 30 લાખ કિલોમીટરની બસ સેવાનું પરિવહન ઠપ્પ થયું છે જેના લીધે હડતાલના 24 કલાકમાં નિગમને રૂા.12 કરોડનું નુકસાન થયું છે.

વધુમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલ, ભારતીય મઝદુર સંઘ યુનિયનના બી.આર.વાછાણી અને ઘનશ્યામભાઈ બ્રûક્ષત્રીય સહિતના આગેવાનોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગતરાત્રે નિગમના એમડી સોનલ મિશ્રા દ્વારા યુનિયનના આગેવાનોને વાટાઘાટ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ ફકત આૈપચારિક વાતો કરી હતી અને સત્તાવાર બેઠકનું વિધિવત રોજકામ થવું જોઈએ તેવી કોઈ પ્રક્રિયા કરી ન હતી આથી તેમનો અભિગમ માગણીઆે સ્વીકારવાનો ન હોય તેવું પ્રથમ દર્શનીય રીતે જણાયું હતું. દરમ્યાન આજે સવારે 11 કલાકે પણ ફરી બેઠક માટે બોલાવ્યા છે પરંતુ જયાં સુધી તમામ માગણીઆે સ્વીકારવામાં ન આવે અને માગણીઆેનો સ્વીકાર કર્યાની લેખીત ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી હવે એસટી બસની આ હડતાલ સમેટવામાં નહી આવે. આજે તા.21ના રોજ રાત્રે 12 વાગ્યા સુધીમાં જો નિગમ કે સરકાર હરકતમાં નહી આવે તો અચોકકસ મુદતની હડતાલ નિશ્ચિત હોવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો.
ગુજરાતની ગ્રામ્ય જનતાની લાઈફ લાઈન સમી પરિવહન સેવા ઠપ્પ થઈ જતાં આજે 25 લાખ મુસાફરો રઝળી પડયા હતા. બીજીબાજુ ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી હતી. ખાનગી ટ્રાવેલ્સ કંપનીઆેની બસો, ઈકો કાર, તુફાન જીપ, મેટાડોર, છકડો રીક્ષા વગેરેમાં જોખમી મુસાફરી કરવા માટે મુસાફરોને ફરજ પડી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર અને ભુજ સહિતના તમામ છ ડિવિઝનમાં પણ સજજડ હડતાલ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ એ એસટી નિગમ માટે કમાઉ દિકરા સમાન છે. નિગમને સૌથી વધુ આવક સૌરાષ્ટ્ર-કચ્છમાંથી થાય છે.

શું છે એસટી કર્મચારીઆેની માગણીઆે ?
* સાતમુ પગાર પંચ આપવું
* વોલ્વો જેવી ખાનગી બસો ભાડે લેવાનું બંધ કરવું
* વારસદારો અને આિશ્રતોને નોકરી આપવી
* ફિકસ પગારની પધ્ધતિ દૂર કરવી
* આેવર ટાઈમના બાકી પૈસા તત્કાલ ચુકવવા
* કર્મચારીઆેની ખાલી પડેલી જગ્યાની ભરતી કરવી
* આંદોલન સામેનો કાયમી મનાઈ હુકમ રદ કરવો
* ખોટી બદલીઆે રદ કરવી
* એસટી નિગમના ખાનગીકરણનો વિચાર પડતો મુકવો
* આ ઉપરાંત વર્ષો જુની પડતર માગણીઆે અને પ્રશ્નો ઉકેલવા

Comments

comments

VOTING POLL