‘એસડીએમ’ને જવાનોએ ઢસડીને માર્યા

April 17, 2019 at 10:40 am


કાશ્મીરમાં આર્મી હવે આકરા પાણીએ છે. નેશનલ હાઈ–વે પર આર્મીના જવાનોએ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ (એચડીએમ)ને માર માર્યાની ઘટના બની છે. એમને ઢસડીને ધોકાવવામાં આવ્યા છે. અનંતનાગ જિલ્લામાં હાઈ–વે પર આ ઘટના બનતાં આર્મીના વરિ અધિકારીઓ ચોંકી ઉઠયાછે. ચૂંટણીની ફરજ પર જતાં એસડીએમ જી.આર.વાણી આસી. રિટર્નિગ ઓફિસર તરીકે ફરજ પર છે.

હાઈ–વે પર વીકમાં બે દિવસ જાહેર જનતા માટે પસાર થવા પર પ્રતિબધં છે અને તેનો આર્મી સખતાઈથી અમલ કરાવી રહી છે ત્યારે એસડીએમને પણ હાઈ–વે પર પસાર થતા અટકાવાયા હતા. વાણીએ કહ્યું છે કે, પોતે ચૂંટણી ફરજ પર જતા હતા ત્યારે આર્મીના જવાનોએ એમને અટકાવીને પાછા વળવા કહ્યું હતું પરંતુ રકઝક થતાં જવાનોએ એસડીએમને ઢસડયા હતા.

એસડીએમએ પત્રકારો સમક્ષ ઘટનાનું વર્ણન કરીને કહ્યું કે, અમને રોકી દીધા ત્યારે અમે રોકાઈ ગયા હતા. પરંતુ જવાનોએ અમારા ડ્રાઈવરોને મારીને વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી. ત્યારબાદ બધી મર્યાદા ચુકી જઈને એસડીએમ વાણીને પણ ઢસડીને માર માર્યેા હતો અને ભારે દોડાદોડી મચી ગઈ હતી. શ્રીનગર ખાતેના ડીફેન્સ વિભાગના પ્રવકતા કર્નલ રાજેશ કાલિયાએ એમ કહ્યું છે કે, આ ઘટનાની વિગતો અમે મેળવી રહ્યા છીએ. સલામતિ દળના જવાનો અને એસડીએમ વચ્ચેની આ લડાઈ દુ:ખદ છે તેમ કહીને વરિ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે

Comments

comments