એસબીઆઇની મોટી આેફરઃ પાંચ લીટર પેટ્રાેલ મફતમાં આપવાની જાહેરાત

December 6, 2018 at 11:00 am


સરકારી બેંક સ્ટેટ બેંક આેફ ઇન્ડિયા (એસબીઆઇ) પોતાના ગ્રાહકો માટે મોટી આેફર લઈને આવી છે. બેંક તેના ગ્રાહકોને મફતમાં પાંચ લીટર પેટ્રાેલ ભરાવવાનો મોકો આપી રહી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જો ગ્રાહકો ઇન્ડિયન આેઇલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રાેલ પંપ પરથી બીએચઆઇએમ એપના માધ્યથી ચૂકવણી કરે છે તો પાંચ લીટર પેટ્રાેલ મફતમાં મળી શકે છે. જાણો આ આેફરનો લાભ કેવી રીતે લઈ શકશો.
આ આેફરનો લાભ લેવા માટે તમારે આેછામાં આેછા રુ. 100નું પેટ્રાેલ પુરાવવું પડશે. બીએચઆઇએમ એપના માધ્યમથી ચુકવણી કરીને જે નંબર મળે તેને મોબાઇલ નંબર 9222222084 પર મોકલવાનો રહેશે. આ માટે તમારે એસએમએસનો જે નોર્મલ ચાર્જ હશે તે આપવો પડશે. .
એસએમએસ કર્યા બાદ જો તમારો નંબર લાગ્યો તો તમને પાંચ લીટર પેટ્રાેલ મફતમાં મળશે. આ અંગેની જાણકારી તમને એસએમએસના માધ્યમથી જ થશે. આ અંગે વધારે માહિતી એસબીઆઈની વેબસાઈટ પર મેળવી શકશો. એસબીઆઈની આ આેફર 15મી ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યે બંધ થઈ જશે. એક મોબાઇલ નંબર પરથી વધારેમાં વધારે બે વખત આ આેફરનો લાભ મેળવી શકાય છે.

Comments

comments

VOTING POLL