‘એસબીઆઈ’એ બે વર્ષમાં રૂ.1 લાખ કરોડની લોન માફ કરી

May 14, 2019 at 10:40 am


દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પાછલા બે વર્ષો દરમિયાન જ ા.1 લાખ કરોડની લોન માંડવાળ કરી દીધાનું બહાર આવ્યું છે.
31મી માર્ચે પુરા થતાં બે વર્ષનાં ગાળામાં બેડલોનમાં આટલો જંગી વધારો થયો છે અને ા.1 લાખ કરોડની લોનો માફ કરવી પડી છે.

આ પહેલાનાં 3 જેટલા નાણાકીય વર્ષો દરમિયાન એસબીઆઈએ  રૂ.57,646 કરોડની લોન રાઈટ ઓફ કરી હતી. આ બેન્કની બેડ લોનની સ્થિતિ સૌથી વધુ ખરાબ રહી છે.
જો કે, આંકડાકીય અહેવાલ પરથી એવું પણ બહાર આવ્યું છે કે, એસબીઆઈની લોન રિકવરીમાં પણ સારો એવો વધારો થયો છે.
31મી માર્ચે પુરા થતાં 3 વર્ષમાં એસબીઆઈએ રૂ.28,632 કરોડની લોન રિકવરી કરી લીધી હતી. આ ફીગર 2017 સુધીનો હતો.

જયારે પાછલા બે વર્ષના ગાળામાં બેન્કે રૂ 45,429 કરોડની લોન રિકવરી કરી લીધી છે. ત્યારબાદ કેટલાંક કેસોમાં બેન્કે રાઈટ ઓફ થયેલી લોનોની પુન: રિકવરી કરી હતી.
આમ કરવાથી બેન્કની વધારાની આવકમાં ઉમેરો થયો છે અને બેડલોનની સ્થિતિ સામે ટક્કર લીધી છે. આરબીઆઈના નિયમોનું પાલન કરવા સાથે આ પ્રક્રિયા થઈ છે.
બેન્કના સીઈઓ રજનીશકુમારે 2019ના બેન્કના રિઝલ્ટ બહાર પાડતી વખતે એમ કહ્યું હતું કે, લોન રાઈટ-ઓફ માત્ર કાગળ પર છે બાકી વસુલાત તો પુરેપુરી થઈ છે.

Comments

comments

VOTING POLL