એસબીઆઈ માલ્યા સામે યુકેમાં બેન્કરપ્સીની કાર્યવાહી શરૂ કરશે

May 29, 2018 at 11:19 am


દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ યુકેમાં ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે બેન્કરપ્સીની કાર્યવાહી શરૂ કરવાની છે. માલ્યા પર તેમની લોન ચૂકવવા દબાણ આવે તે માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ સૂત્રોએ કહ્યું હતું.
માલ્યાની કંપનીઆેએ લીધેલી લોનની ચૂકવણી થઈ ન હોવાથી ભારતમાં તેઆે વોન્ટેડ છે. યુકેમાં વ્યકિતગત સોલ્વન્સીના કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. કોમનવેલ્થ દેશો સાથે ભારતના કરારના કારણે આ કામગીરી શકય છે જેમાં સભ્ય દેશોમાં વિદેશી કોર્ટના ચૂકાદા લાગુ કરી શકાય છે.

એક સુત્રે કહ્યું કે, બેન્કના નાણાં વસૂલ કરવા માટે અમે તમામ પ્રયાસ કરીશું. માલ્યાને યુકેમાં બેન્કરપ્સી કોર્ટમાં ઢસડી જવામાં આવશે. બેન્કોએ તેમની આંતરરાષ્ટ્રીય સંપતિ સ્થગિત કરાવવામાં સફળતા મેળવી છે. અમને આશા છે કે માલ્યા સામેની કાનૂની કાર્યવાહીમાંથી અમે નાેંધપાત્ર રકમ વસૂલ કરી શકીશું.
માલ્યાની એસેટ પહેલેથી સ્થગિત ક રવામાં આવી છે ત્યારે નિષ્ણાતોએ ક્હ્યું કે એસબીઆઈ હવે માલ્યાને બેન્કરપ્સી કોર્ટમા ઢસડી જઈને પોતાને વધારે સુરક્ષિત બનાવવા માંગે છે. માલ્યાને દેવાળું ફુંકનાર જાહેર કરવામાં આવે તો તેમની સંપતિ કોર્ટ દ્વારા નિયુકત કરવામાં આવેલા રિસીવરના હાથમાં જશે. ત્યાર પછી તે ધિરાણકારના હિતમાં કામ કરી શકશે. માલ્યા સામે બેન્કરપ્સીની કાર્યવાહી કરવામાં આવે તો બેન્કો માટે તે મોટો વિજય હશે.

Comments

comments

VOTING POLL