એસસી/એસટી એક્ટને લઈને સરકાર પર દબાણ

July 27, 2018 at 10:43 am


એસસી/એસટી એક્ટ મામલામાં વટહકમ લાવવાને લઈને વિપક્ષની સાથે સાથે એનડીએ સહયોગી લોજપા તરફથી તો દબાણ વધી રહ્યું છે પરંતુ સરકાર હજુ પણ કોર્ટના નિર્ણયની રાહ જોશે. સરકાર એવો કોઈ સંકેત દેવા નથી માગતી કે જેનાથી લોકોમાં એવો મેસેજ જાય કે સરકાર કોર્ટના નિર્ણયને અવગણી રહી છે. જો કે તેણે વટહકમ લાવવાની તૈયારી કરી લીધી છે.
ચૂંટણી માહોલમાં હવે સરકાર પર બીજા પ્રકારથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં લોક જનશક્તિ પાર્ટી (લોજપા) તરફથી એનજીટી અધ્યક્ષ તરીકે જસ્ટિસ આદર્શકુમાર ગોયલની નિમણૂકનો વિરોધ કરાયો હતો. તેમનું કહેવું હતું કે તેમણે જ એસસી/એસટી એક્ટને કમજોર કર્યો હતો અને તેમની એનજીટીમાં નયુક્તિથી ખોટો મેસેજ જઈ રહ્યો છે. ગઈકાલે લોકસભામાં પણ વિપક્ષ તરફથી આ મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાની કોશિશ કરાઈ હતી. કોંગ્રેસ તેના મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સભ્યોએ આરોપ લગાવ્યો કે સરકાર પિયુષ ગોયલને પુરસ્કૃત કરી રહી છે. સદનમાં રહેલા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ કંઈ બોલવાની કોશિશ કરતાં દેખાયા હતાં. જો કે તેમણે આવું કર્યું નહીં અને વિપક્ષના એક સાંસદ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ સાથે વાતચીત કરતાં જોખાયા હતાં. ખડગેએ યુજીસીનો મુદ્દો પણ ઉઠાવો જેના હેઠળ નિયુક્તિમાં યુનિવર્સિટીની જગ્યાએ વિભાગને યુનિટ માનવામાં આવે છે. તેમણે તેને પણ દલિત વિરોધી ગણાવ્યું હતું. લોજપા પહેલાંથી જ આ વાતનો વિરોધ કરી ચૂકી છે. જ્યારે સંસદીય કાર્યમંત્રી અનંતકુમાર તરફથી સ્પષ્ટ કરાયું કે સરકારે પહેલાથી જ યુજીસીના નિર્દેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી દીધી છે કેમ કે તેમાં કોર્ટના આદેશનું પાલન થતું નહોતું.

Comments

comments

VOTING POLL