એસસી-એસટીના લાભાર્થે નવો કાયદો

August 3, 2018 at 4:02 pm


કેન્દ્રીય કેબિનેટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમમાં સુધારાને મંજૂરી આપી દીધી છે અને તેનો અર્થ એવો થાય કે જૂનો કાયદો ફરી પાછો અમલમાં આવશે. જો કે, આ પૂર્વે આ સુધારા ખરડાને સંસદના બંને ગૃહમાં પસાર કરાવવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે આ વર્ષની શરુઆતમાં એસસી-એસટી એક્ટની કેટલીક મહત્વની જોગવાઈને એમ કહીને નકારી કાઢી હતી કે, તેનો દુરુપયોગ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોર્ટના આ ચુકાદા બાદ દલિત સંગઠનો દ્વારા દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન અનેક સ્થળોએ હિંસક ઘટનાઆે પણ નાેંધાઈ હતી.

કોર્ટના ચુકાદા બાદથી મોદી સરકાર બેકફૂટ પર જોવા મળી હતી. અને કાેંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષો મોદી સરકાર ઉપર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા હતા. ત્યાં સુધી કે, દલિતોનું નેતૃત્વ કરી રહેલાએનડીએ સરકારના ઘટક પક્ષોએ પણ આ દિશામાં પગલાં લેવા માટે માગણી કરી હતી. કેન્દ્રના મંત્રી રામવિલાસ પાસવાને તો મોદી સરકારની છબી દલિત વિરોધી બની હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ મોદી સરકારે હવે બિલમાં સુધારો કરવાનું નક્કી કર્યું હતું.

હવે સરકાર વર્તમાન સત્રમાં આ ખરડો મંજુર કરાવશે તેવું લાગે છે. આ ખરડો જો સંસદમાં પસાર થશે તો સુપ્રીમ કોર્ટનો 20 માર્ચનો ચુકાદો રદબાતલ ઠરશે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એસસી-એસટી ઍક્ટ શિથિલ બનાવાયો હતો કે આરોપીની તત્કાળ ધરપકડ કરવાનું ફરજિયાત નથી. પોલીસ અથવા તપાસકતાર્ સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસ પછી ધરપકડ કરી શકાય. આ ખરડો પસાર થયા પછી એસ.સી.-એસ.ટી વર્ગના લોકોના હિતનું રક્ષણ થશે તેમ લાગી રહ્યું છે.

Comments

comments

VOTING POLL