એસસી-એસટી એક્ટમાં ફરીથી થઈ શકશે તુરંત ધરપકડ

August 2, 2018 at 10:41 am


એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઠીકરું સરકારના માથે ફોડી રહેલા વિપક્ષોની રણનીતિ પર પાણી ફેરવવાની તૈયારી થઈ ગઈ છે. વટહુકમની જગ્યાએ હવે સરકાર સંશોધનની સાથે જૂના કાનૂનને પસાર કરવા માટે સંસદના આ સત્રમાં ખરડો લાવવા જઈ રહી છે. એટલે કે હવે આરોપીની તુરંત ધરપકડ કરી શકાશે અને તેને પકડવા માટે કોઈ મંજૂરીની જરૂરિયાત નહી રહે. સ્પષ્ટ રીતે આ નિર્ણયથી સરકારે 9 આેગસ્ટે પ્રસ્તાવિત દલિત આંદોલનનો આધાર પણ ખતમ કરી દીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનુસુચિત જાતિ-જનજાતિ (ઉત્પીડન નિરોધક) સંશોધિત કાયદો-2018ના ડ્રાક્ટને મંજૂરી આપી દેવાઈ હતી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને મંત્રીમંડળના આ નિર્ણયને સ્પષ્ટતા કરી હતી.

છેલ્લા થોડા દિવસોથી વિપક્ષ સાથે સાથે અમુક સહયોગી પક્ષોએ પણ સરકાર ઉપર દબાણ વધારી દીધું હતું. એવો પ્રચાર કરવાની કોશિશ થઈ રહી હતી કે સરકાર દલિતવિરોધી છે. આ જ ક્રમમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપનારી પીઠમાં સામેલ રહેલા જસ્ટિસ આદર્શ કુમાર ગોયલને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ના પ્રમુખ બનાવવા ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. આમ તો સરકાર પુનવિર્ચાર અરજી પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવા માગતી હતી પરંતુ હવે રણનીતિ બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દલિત અત્યાચાર નિવારણ કાયદાની મૂળ જોગવાઈને બહાલ કરવા માટે આવતાં સપ્તાહે જ આ સંશોધન ખરડો પસાર કરાવવામાં આવશે.

Comments

comments

VOTING POLL