એ ભાઇ જરા દેખકે ચલોઃ જામનગરમાં ટ્રાફીક શાખા દ્વારા 65 હજાર કેસમાં 1.35 કરોડનો દંડ વસુલાયો

February 14, 2018 at 11:25 am


જામનગરમાં ટ્રાફીકની સમસ્યા વર્ષોથી શીરદર્દ રહી છે, હાલમાં કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે જોકે શહેરની ભૌગોલિક સ્થિતી અને ટાઉનપ્લાનીગનો પહેલેથી જ ઉડીને આંખે વળતે તેવો અભાવ વિગેરે કારણોના કારણે સમસ્યા જલ્દી હટવાનું નામ લેતી નથી, જો કે ટ્રાફીક હળવો કરવા માટેના સમયાંતરે પગલાં ભરવામાં આવતા હોય છે જેના થકી થોડા દિવસો રાહત રહેતી હોય છે ફરી રાબેતા મુજબ થઇ જાય છે.

જામનગર ટ્રાફીક શાખા દ્વારા ગત વર્ષ 2017ના સમયગાળામાં જુદા જુદા ટ્રાફીકને લગત કુલ 64946 કેસ કરીને 1 કરોડ 35 લાખ 9784 દંડ વસુલ કરવામાં આવ્યો હતો તો ચાલુ વર્ષના જાન્યુઆરી માસ દરમ્યાન 6812 કેસમાં સ્થળ પર 1287800નો દંડ વસુલ કરાયો હતો, ટ્રાફીક શાખા દ્વારા 2017માં કરેલી કામગીરીના આંકડાઆે પર નજર નાખીએ તો સમાધાન શૂલ્ક 62517 કેસ જેમાં 9163900 હાજર દંડ, 2252 વાહનો ડીટેઇન કર્યા હતાં જેનો આરટીઆે દંડ 4220184 વસુલ્યો હતો. સાદા એમવી એકટના 61 કેસમાં 118950નો દંડ કરાયો હતો, રેકડી, પથારા વાળાના જીપી એકટ મુજબ 86 કેસમાં 6750નો દંડ વસુલાયો હતો, આ ઉપરાંત ચાલુ વાહને મોબાઇલથી વાત કરવાના 209 કેસ, હેલ્મેટ વિના વાહન ચાલકના 10940 કેસ, આઇપીસી 188 જાહેરનામાના ભંગ બદલ 11 કેસ, આઇપીસી 279 મુજબ 5 કેસ, રેકડી પથારા અડચણ આઇપીસી 283 મુજબ 204 કેસ તથા દારૂ પીને વાહન ચલાવવાના પ કેસ, ઉપરાંત સીટ બેલ્ટ વિના વાહન ચલાવવાના 6506 કેસ નાેંધ્યા હતાં.

એસપી પ્રદિપ સેજુળની સુચના મુજબ ટ્રાફીક શાખાના પીઆઇ આર.એન. દવે, પી.એસ.આઇ. વી.એન. ચૌધરી, પીએસઆઇ ભરત ચાવડા, એએસઆઇ કાનજીભાઇ વિગેરે સ્ટાફ દ્વારા ટ્રાફીક સમસ્યા હળવી કરવાની કાર્યવાહી બજાવવામાં આવી હતી શહેરના મુખ્ય પોઇન્ટ તથા અન્ય વિસ્તારોમાં સમયાંતરે ટ્રાફીક ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. 2017ના વર્ષ દરમીયાન ઉપરોકત કામગીરી અન્વયે કુલ 64946 કેસમાં 1,35,9,784નો દંડ વસુલ કરાયો હતો જે 2016 કરતાં આેછો હોય તેવું જાણવા મળ્યું છે, 2018ના જાન્યુઆરી માસ દરમીયાન 1278 વાહન ટોઇંગ કરી 137800નો ટોઇંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. સીટ બેલ્ટના 1460 કેસ, હેલમેટ વિનાના 817, ડાર્ક ફિલ્મના 174 કેસ, મ્યુઝીક હોર્નના 44 કેસ, ફેન્સી નંબર પ્લેટના 187 કેસ અને વિમા પોલીસી વિનાના 467 કેસ કર્યા હતા. જાન્યુઆરી માસમાં કુલ 6812 કેસમાં 1287800નો દંડ સ્થળ પર વસુલ કરાયો હતો, આમ ટ્રાફીક શાખાએ સપાટો છેલ્લા એક મહીનામાં બોલાવીને મહતમ કેસ નાેંધ્યા છે. ગત મહિનામાં બર્ધન ચોક જેવા ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં વનવેનો ચૂસ્ત પાલન કરાયું હતું, રેકડી, પથારા વાળાઆેને દૂર કરાયા હતા, અને માર્ગસલામતી સપ્તાહ દરમીયાન ટ્રાફીક ડ્રાઇવ યોજીને અનેક ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રાફીકને સમસ્યા હળવી કરવા માટે તંત્રની કામગીરી શંકાના દાયરામાં રહેતી હોય એવી ઘણીવાર આક્ષેપો સાથેની ફરીયાદો ઉઠતી હોય છે અને કેટલીક ફરીયાદોમાં સચ્ચાઇનો સુર હોય છે, બીજી તરફ લોકોએ પણ ટ્રાફીક અવરનેશ રાખવો જોઇએ હેલમેટ પહેરવાથી માથામાં થતી ઇજાઆેની તિવ્રતા 72 ટકા અને મૃત્યુ પામવાની સંભાવનાઆે 39 ટકા જેટલી આેછી થાય છે એવુ છેલ્લા દાયકાના સંશોધનમાં બહાર આવ્યું છે. તેમજ સીટ બેલ્ટ જો બાંધો તુટશે નહી જીવનથી નાતો એ જરૂરી છે, ભારતમાં દરરોજ 1374 અકસ્માતોમાં 400 વ્યકિતઆેના મૃત્યુ થાય છે, ઉપરાંત કારની સાથે અથડામણમાં 50 ટકા લોકો મૃત્યુને ભેટે છે એવુ તારણ આપવામાં આવ્યું છે, શહેરમાં સાંકડા રસ્તાઆે અને વાહનો-વસ્તીમાં ધરખમ વધારો જેવી સ્થિતીના કારણે ટ્રાફીકની સમસ્યા ધીરે ધીરે વિકરાળ બની રહી છે, તંત્ર દ્વારા ભુતકાળમાં અને હાલમાં અભિયાન હાથ ધરાયુ છે જોકે પેચીદી સમસ્યાનો નિવેડો આવતો નથી, આમ તો અન્ય શહેરોમાં પણ ટ્રાફીકનો પ્રñ વિકરાળ છે જ પરંતુ જામનગરમાં હાલની જુદી જુદી પરિસ્થિતીઆેને ધ્યાને લેતા ટ્રાફીકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

ટ્રાફીકના નિયમો પાળો, સલામત ઘર જાઆે..

જામનગર પોલીસ દ્વારા ટ્રાફીક અનવરનેશ અને લોકજાગૃતિ માટે કેટલાક સુત્રો અને સલામતી અંગેના ટચી સેન્ટેન્સ આપવામાં આવ્યા છે. જે મુજબ ઝડપની મજા મોતની સજા… નો હેલમેટ નો ડ્રાઇવ, સીટ બેલ્ટ આેન-મોબાઇલ આેફ, ટ્રાફીકના નિયમ પાળો સલામત ઘર જાવ, જોખમી આેવર ટેકીગ ન કરો, તિરંગા લાઇટ સીગ્નલનું સન્માન કરો આગળના વાહનથી સલામત અંતર જાળવો, સ્વસ્થ વાહન, નિપુણ ડ્રાઇવર સલામત પરીવાર, તીવ્ર વળાંક ઝડપ ઘટાડો, નિયમોની અવગણના જોખમને આમંત્રણ, ચાલકની આંખો ચેક કરાવો, એક ભૂલ કોઇનો લાડકવાયો છીનવી શકે છે, સમય અમુલ્ય છે પરંતુ તમારા જીવથી વધારે નહી, સગીરને વાહન ડ્રાઇવીંગ માટે ન આપો, ઝીબ્રા ક્રાેસીગથી રોડ આેળંગો, જમણી બાજુ આેવરટેક કરો, રાત્રે હંમેશા ડીપર લાઇટનો ઉપયોગ કરો, સાવધાની વધારો અકસ્માત ઘટાડો, ટ્રાફીક નિશાનીને આેળખો અને અનુસરો, નોઆેવરલોડીગ પ્લીઝ, સુરક્ષાથી કામ દુર્ઘટનાનું નહી નામ… વિગેરેનું પાલન કરવું જરૂરી છે.

ટ્રાફીક શાખા દ્વારા 330થી વધુ સેમીનાર

જામનગર ટ્રાફીક શાખા દ્વારા લોકોમાં અવરનેશ આવે તે માટે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે દરમીયાન ટ્રાફીક શાખાના એએસઆઇ કાનજીભાઇ કનારા દ્વારા અત્યાર સુધીમાં 330થી વધુ સેમીનારમાં ભાગ લઇને લોકોને ટ્રાફીક જાગૃતિ, વ્યસન મુકિત, મહિલા હેલ્પ લાઇન અને પોલીસ પ્રજાનો મિત્ર એ દિશામાં અભિયાન હાથ ધરવામાં આવ્éું હતું. ખાસ કરીને બાળકોમાં પાયાથી જ ટ્રાફકી અવરનેશ આવે એ જરૂરી છે જેથી કરીને આગળ જતાં ટ્રાફીકના નિયમોને અનુસરવામાં ગફલત ન કરે. સેમીનારોમાં લોકઉપયોગી કામગીરી કરાઇ છે જેમાં શાળા, કોલેજ, સંસ્થાઆે અને જુદી જુદી કલબોમાં આ સેમીનારો યોજી માર્ગદર્શન અપાઇ છે તેમજ પુસ્તિકા, પત્રીકાઆેનું વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધી 200થી વધુ લોકોને વ્યસન મુકિત માટે શપથ લેવડાવવામાં આવ્યા છે. 2018માં 3 માર્ગ સલામતી મેળા આરટીઆેને સાથે રાખીને યોજવામાં આવ્યા હતાં.

ત્રીજી આંખથી દંડનીય કાર્યવાહી

જામનગરમાં અન્ય મેટ્રાેસીટી માફક ઇ-મેમો ચાલુ થયો નથી, જોકે જામનગરમાં ટ્રાફીક શાખાની કેમેરા ગાડીનો ઉપયોગ કરીને ત્રીજી આંખ રૂપી દંડ વસુલાય છે, એટલે કે વાહનો રોડ પર અડચણરૂપ પડયા હોય તેવા કીસ્સામાં એલસી કેસ નાેંધવામાં આવે છે, આમ ટ્રાફીક શાખા દ્વારા દંડાત્મક કાર્યવાહીની કામગીરી ત્રીજી આંખ વડે પણ કરાઇ છે.

રમેશ ભટ્ટી-જામનગર

Comments

comments

VOTING POLL