એ. હરીહરનને રાજકોટમાં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

December 2, 2019 at 3:59 pm


Spread the love

જાણીતા પાશ્ર્વગાયક એ. હરીહરનને અને સોનાલી બાજપાઈ આગામી તારીખ 26 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયું છે . જો તે આ આમંત્રણનો સ્વીકાર કરશે તો રાજકોટમાં પર્વની ઉજવણીમા જમાવટ થઈ જશે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારી રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા થઈ રહી છે. ગઈકાલે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ઉદ્યાેગ કેન્દ્ર, આરોગ્ય વિભાગ, પોલ્યુશન કંટ્રાેલ બોર્ડ, જીઆઇડીસી, આઈ.ટી.આઈ, જિલ્લા રોજગાર કચેરી, લીડ બેંક મેનેજર, નાયબ શ્રમ આયુક્ત,જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ,પÚા કુવરબા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર, જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, સહિત સરકારની વિવિધ કચેરીઆેના 80થી વધુ અધિકારીઆેની હાજરીમાં ખાસ મીટીગનું આયોજન કરવામાં આવેલું હતું અને જે તે કચેરી તરફથી શુ પ્રેઝન્ટેશન કરાશે તેની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઆે સાથેની બેઠક બાદ પર્વની ઉજવણીનો મુસદ્દાે તૈયાર કરાયો છે અને આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સમક્ષ પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ છે. મુખ્યમંત્રી તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ઉજવણીની રુપરેખા ફાઇનલ કરાશે અને તે દિશામાં તૈયારીઆે શરુ કરી દેવામાં આવશે. એ.હરિહરન ઉપરાંત ફિલ્મ જગતના ટોચના કલાકારોને અને સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવશે. આ અંગેની તૈયારી ગાંધીનગરથી ચાલી રહી છે.