ઐતિહાસિક ડેનાઇટ ટેસ્ટ : પ્રથમ દિવસે જ બાંગ્લા ૧૦૬માં ખખડ્યુ

November 22, 2019 at 8:11 pm


Spread the love

કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે ઐતિહાસિક પ્રથમ ડેનાઇટ ટેસ્ટ આજે અતિરોમાંચક વાતાવરણમાં શરૂ થઇ હતી. ટોચની હસ્તીઓ પણ આ મેચ જાવા માટે ઉપસ્થિતિ રહી હતી. આ ટેસ્ટ મેચને યાદગાર બનાવવા મેચ પહેલા જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ધારણા પ્રમાણે જ આ મેચની રોમાંચક શરૂઆત થઇ હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેને આ નિર્ણય ખુબ ભારે પડ્યો હતો. બાંગ્લાદેશની ટીમ માત્ર ૧૦૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશની ટીમ ૩૦.૩ ઓવર સુધી જ ભારતીય બોલરો સામે ટકી શકી હતી. ભારત તરફથી તમામ બોલરોએ જારદાર બોલિંગ કરી હતી પરંતુ ઇશાંત શર્માએ તરખાટ મચાવ્યો હતો. ઇશાંત શર્માએ ૨૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચને લઇને પહેલાથી જ રોમાંચકતા પ્રવર્તી રહી હતી. ઇશાંત શર્માએ ૧૦મી વખત ઇનિંગ્સમાં પાંચ અથવા વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી જ્યારે સ્થાનિક મેદાન પર ઇશાંત શર્માએ પાંચ વિકેટ લેવાની સિદ્ધિ ૧૨ વર્ષ બાદ હાંસલ કરી હતી. ઇશાંત શર્માએ વર્ષ ૨૦૦૭માં પાકિસ્તાનની સામે બેંગ્લોરમાં રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૧૧૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ ઇશાંતે તમામ પાંચ વિકેટ લેવાની સિદ્ધિ વિદેશમાં મેળવી હતી. ૨૦૦૭માં બાંગ્લાદેશની સામે ડેબ્યુ કરનાર ઇશાંત શર્માએ હજુ સુધી ૫૫ ટેસ્ટ મેચોમાં ૨૮૩ વિકેટ પોતાના નામ ઉપર કરી છે. તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ ૭૪ રન આપીને સાત વિકેટ રહ્યો છે જે લોડ્‌સમાં ઇંગ્લેન્ડની સામે મેળવ્યો હતો. કોલકાતાથી પ્રથમ પિંક બોલ ટેસ્ટમાં ૧૧ વખત ટીમો ૧૫૦થી પણ ઓછા સ્કોર પર આઉટ થઇ છે. બાંગ્લાદેશની ટીમ આજે ૧૦૬ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. આની સાથે જ ૧૨ વખત ટીમો ૧૫૦થી ઓછા રનમાં ઓલઆઉટ થઇ છે. પિંક બોલ સાથે આ વિશ્વક્રિકેટમાં ૧૨મી ટેસ્ટ મેચ છે. આજે ભારત તરફથી ઉમેશ યાદવે પણ જારદાર તરખાટ મચાવ્યો હતો. વિરાટ કોહલીની ટીમ હાલમાં જારદાર દેખાવ કરી રહી છે. ટીમ ઇÂન્ડયા હવે શાનદાર દેખાવને જાળવી રાખવા માટે આશાવાદી છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં ભારત તરફથી તમામ ખેલાડીઓએ ઉપયોગી ભૂમિકા અદા કરી હતી. ખાસ કરીને બોલરોએ પણ જારદાર દેખાવ કર્યો હતો. આ ટેસ્ટને યાદગાર બનાવી દેવા માટે છેલ્લા કેટલાક દિવસથી પ્રયાસ અને તૈયારી ચાલી રહી હતી. ડેનાઇટ ટેસ્ટ મેચને રંગારંગ બનાવી દેવા માટે તમામ તૈયારી છે. ભારતીય ક્રિકેટ ટીમે ઓપનિંગ બેટ્‌સમેન મંયક અગ્રવાલની શાનદાર બેવડી સદી અને ત્યારબાદ બોલરોની શાનદાર બોલિંગની મદદથી ઇન્દોર ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી બાંગ્લાદેશ પર એક ઇનિગ્સ અને ૧૩૦ રને જીત મેળવી હતી. આની સાથે જ બાગ્લાદેશ પર શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. બાગ્લાદેશની ટીમના બેટ્‌સમેનો બંને ઇનિગ્સમાં ભારતીય બોલરોની સામે સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. ભારતીય બોલરોની જારદાર લાઇન અને લેન્થ સાથે કરવામાં આવેલી બોલિંગ સામે બાંગ્લાદેશના ખેલાડીઓનો ફ્લોપ શો રહ્યો હતો. બંને ઇનિગ્સમાં બાંગ્લાદેશના ખેલાડી મોટા સ્કારને બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.હાલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે ટ્‌વેન્ટી-૨૦ શ્રેણીમાં પણ જીત મેળવી હતી. ભારતે ટ્‌વેન્ટી શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી.