ઐશ્વર્યા રાય બચ્ચનના એન્જલ લુકે સૌ કોઈને કર્યા પાગલ

May 21, 2019 at 1:45 pm


 

સૌ કોઈની પ્રિય હિરોઈન એવી ઐશ્વર્યા રાય બચ્ચને સૌ કોઈને પોતાના દિવાના કરી મુક્યા છે, હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટીવલમાં બીજી વખત રેડ કાર્પેટ પર એન્જલ લુકમાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચનનો આ લુક જોઈ સૌ કોઈ પાગલ થઇ ગયા હતા. ઐશ્વર્યાએ ફેધર ગાઉન સાથે સ્કર્ટ પણ પહેર્યું હતું. ઉપરાંત આ એન્જલ લુકવાળા ગાઉનમાં ફેધર સ્કાર્ફ પણ નાખ્યો હતો. એન્જલ લુકને વધારે આકર્ષક બનાવવા સ્મોકી આઈ મેકઅપ, પિંક લિપસ્ટિક, ડાયમંડ ઈયરરિંગ્સ તથા હેર બન બનાવ્યો હતો. આ પ્રકારના ઐશ્વર્યા રાય બચ્ચનના ગેટઅપે સૌ કોઈને દીવાના કાર્ય હતા તેમજ ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્સ્ટાગ્રામમાં તસવીરો પણ શૅર કરી હતી.

 

Comments

comments

VOTING POLL