ઓખા–પુરી–ઓખા એકસપ્રેસ ટ્રેનમાં એક થ્રી ટાયર એસી કોચનો વધારો

April 15, 2019 at 4:14 pm


હાલ પૂર્વ ભારત તરફની લાંબા અંતરની ટ્રેનોમાં ઉતારૂનો ખુબજ ધસારો રહેતો હોઈ જગન્નાથપુરી અને ભુવનેશ્ર્વર તીર્થધામ સહિત પૂર્વ ભારતમાં જતી–અ–વતી ઓખા–પુરી–ઓખા અપ અને ડાઉન ટ્રેનમાં એક થ્રી ટાયર એસી કોચ વધારવામાં આવનાર છે.
દર સોમવારે સૌરાષ્ટ્ર્રમાં આવતી અને દર બુધવારે ઓખાથી ઉપડતી ઓખા–પુરી–ઓખા ટ્રેનમાં તા.૨૧ એપ્રિલથી વધારાનો એક થ્રી ટાયર એસી કોચ વધારવામાં આવનાર છે. જેના કારણે આ ટ્રેનમાં ૧ ટૂ ટાયર એસી, ૪ થ્રી ટાયર એસી, ૯ સેકન્ડ કલાસ સ્લીપર અને ૮ જનરલ કોચ, બે લગેજવાન સહિત ૨૩ કોચની સંખ્યા થશે

Comments

comments