ઓગસ્ટા સોદામાં છત્તીસગઢના મુખ્યમંત્રીના પુત્રને રસ શા માટે હતો ?

February 1, 2018 at 11:00 am


સુપ્રીમ કોર્ટે 2006-07માં વીઆઈપી લોકોના ઉપયોગ માટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદી અંગે છત્તીસગઢ સરકારને તીખો સવાલ પૂછયો છે. સુપ્રીમ કોર્ટે પુછયું છે કે આ સોદામાં મુખ્યમંત્રી રમણસિંહના પુત્રને રસ કેમ હતો ?
જસ્ટિસ એ.કે.ગોયલ અને જસ્ટિસ યુ.યુ.લલિતની પીઠે છત્તીસગઢ રાજ્યને હેલિકોપ્ટર ખણીદીમાં અનિયમિતતાના આરોપ અંગે પૃચ્છા કરી હતી. આ સાથે જ કથિત રીતે મુખ્યમંત્રીના પુત્ર સાથે જોડાયેલા વિદેશી બેન્ક ખાતા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આ મામલાની તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.
રાજ્ય તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પીઠે પુછયું કે અભિષેક સિંહ જેઓ રાજ્યના મુખ્યમંત્રીના પુત્ર પણ છે તેમની આ સોદામાં રુચિ શા માટે હતી ? તમારે આ અંગે યોગ્ય ખુલાસો કરવો પડશે. જેઠમલાણીએ કહ્યું કે આરોપ નિરાધાર કટાક્ષ છે. આ પ્રકારના દાવાના પક્ષમાં કોઈ પયર્પ્તિ પ્રમાણ નથી. અરજીમાં આ તમામ પાયાવિહોણા આરોપ છે. પીઠે એનજીઓ સ્વરાજ અભિયાન અને અન્ય તરફથી રજ કરાયેલી અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીકતર્ઓિએ હેલિકોપ્ટર ખરીદીમાં કથિત અનિયમિતતાની તપાસ કરાવવાની માગ કરી છે.

Comments

comments

VOTING POLL