ઓટો ઇન્ડસ્ટ્રીઝની ‘તબીયત’ ખરાબ

June 12, 2019 at 9:23 am


દેશની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં બેવડી મુશ્કેલીનો સામનો કરી રહી છે. એક તરફ વેચાણમાં વ્યાપક મંદી છવાયેલી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઇલેકિટ્રક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે જે આ ક્ષેત્ર માટે સમસ્યા ઉભી કરનાર છે. સરકાર આગામી પાંચ વર્ષમાં વાહનોને ઇલેકિટ્રક વાહનોમાં પાંતરિત કરવા માંગે છે અને આ નિર્ણય સામે ગણગણાટ પણ શ થઇ ગયો છે.

દેશની ૧૦ ટોચ કાર અને ટૂ–વ્હીલર નિર્માતા કંપનીઓ પૈકી ૭ દ્રારા જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓ કેટલાક દિવસો સુધી પોતાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટસને બધં રાખશે. કંપનીઓએ આવો નિર્ણય એટલા માટે કર્યેા છે કારણ કે કાર અને ટૂ–વ્હીલર્સના ઓછા વેચાણને લઈને તેમની ઈન્વેન્ટરી અત્યાર સુધી વેચાઈ નથી. કંપનીઓ પહેલાં તે વાહનોને વેચવા ઈચ્છે છે, ત્યારબાદ નવા વાહનોના મેન્યુફેકચરિંગ કરવામાં આવશે. આ પગલાંથી ભલે કંપનીઓને પોતાની ઈન્વેન્ટરી ખાલી કરવામાં મદદ મળશે પરંતુ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પોતાના ગ્રોથ ટાર્ગેટને પૂર્ણ નહીં કરી શકે.

એક અંદાજ પ્રમાણે જૂનની શઆતમાં આશરે ૩૫૦૦૦ કરોડ પિયાની કીંમતના ૫ લાખ પેસેન્જર વ્હીકલ્સ અને ૧૭.૫ હજાર કરોડના ૩૦ લાખ ટૂ–વ્હીલર ડીલરશિપ્સમાં ઉભા છે, પરંતુ તેમને ગ્રાહકો નથી મળી રહ્યાં. પ્લાન્ટ બધં કરનારી કંપનીઓમાં માતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શામેલ છે. આ કંપનીઓએ મે થી જૂન વચ્ચે પોતાના પ્લાન્ટ બધં રાખ્યાં છે.

મેન્યુફેકચરિંગ પ્લાન્ટસ બધં થવાથી મે–જૂન વચ્ચે ઈન્ડસ્ટ્રીનું આઉટપુટ ૨૦–૨૫ ટકા ઘટવાની આશંકા છે. પરંતુ ખોટ ડીલર્સને થઈ રહી છે, જેમની ઈન્વેન્ટરીમાં સામાન્યથી ૫૦ ટકા વધારે વાહન રાખ્યાં છે. તેમને આ વાહનો પર જીએસટી ચૂકવવો પડી રહ્યો છે માતિ, મહિન્દ્રા અને ટાટા મોટર્સે મે માસમાં ઘણાં દિવસો માટે પ્રોડકશન રોકી દીધું હતું. આ કંપનીઓ આ મહિને ૪ થી ૧૦ દિવસ માટે બીજીવાર પ્રોડકશન બધં કરવા જઈ રહી છે. આ વખતે હોન્ડા કાર્સ ઇન્ડિયા, રિનોલ્ટ–નિસાન આલિયાન્ઝ અને સ્કોડા ઓટોનો સમાવેશ થાય છે

Comments

comments

VOTING POLL