ઓડદરના દરિયાકીનારેથી રેતિ ચોરીનું કાૈંભાડ ઝડપાયું

May 18, 2019 at 1:27 pm


પોરબંદર નજીકના ઓડદરના દરિયાકીનારે મોટી માત્રામાં રેતિચોરી થતી હોવાની માહિતીના આધારે એલસીબી–એસઓજીએ સંયુકત ઓપરેશન હાથ ધરી સાડા સાત લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર જીલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઇ રેતીની ચોરી થતી અટકાવવા માટે જુનાગઢ રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ ની સુચના મુજબ ઇ.ચા. એલસીબી પી.આઇ. એચ.એન. ચુડાસમા, એલસીબી તથા એસઓજી સ્ટાફ સાથે પોરબંદર દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઇ રેતીની ચોરી થતી અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસઓજીના હેડ કોન્સ બટુકભાઇ વીંઝુડા તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ગોહીલ ને હકીકત મળેલ કે પોરબંદરથી માધવપુર જતા રોડ ઉપર ઓડદર ગામથી થોડે આગળ આવેલ ખોડીયાર હોટલ પાછળ દરીયા કાંઠે જતા રસ્તે દિવાલની બાજુમાં એક ઇસમ પોતાના ટ્રેકટરમાંથી દરીયાની ખારી રેતી ટ્રેઇલરમાંથી ખાલી કરતો જોવામાં આવેલ અને ત્યાં ચાર ટ્રેકટર ખારી રેતીના ઢગલા પડેલ જેથી મજકુર ટ્રેકટર ડ્રાઇવરનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ બાલુ દેવશીભાઇ કેશવાલા ઉ.વ. ર૮ રહે ઓડદર ગામની સીમ ખારી વિસ્તાર નરવાઇ વેબ્રીજની બાજુમાં તા.જી. પોરબંદર વાળો હોવાનું જણાવેલ. સદર ટ્રેકટર મહિન્દ્રા બી ર૭પ ડીઆઇ કંપનીનું લાલ કલરનું જેના રજી. ન.ં જીજે ૩–ઇ એ ૦૧૩૮ તથા ટ્રેઇલરના નંબર જોતા બન્ને બાજુ જીજે–રપ–યુ ૦૯૬૪ લખેલ છે. સદર ટ્રેકટરની ટ્રેઇલર સહિત કી.રૂા. ૩૫૦૦૦૦ ગણી કબ્જે કરેલ છે અને ત્યાં પડેલ દરીયાની ખારી રેતી ચાર ટ્રેકટર જેટલી વજન આશરે ૧ર ટનની કિ. રૂા. ૬૦૦૦ ગણી રેતી હાલ હેરવી શકાય તેમ ન હોય જેથી સ્થળ પર જેમની તેમ રાખવામાં આવેલ છે અને મજકુર ટ્રેકટર ડ્રાઇવરને સદર દરીયાઇ ખારી રેતી કયાંથી લાવેલ છે તે અંગે પુછતા અરભમ રાજશી કેશવાલા રહે. ઓડદર વાળો તેના ટ્રેકટર લોડરથી થોડે આગળ દરીયા કીનારેથી ખારી રેતી પોતાના ટ્રેકટરમાં ભરી આપતો હોવાનું જણાવતા દરીયા કીનારે જતાં ત્યાં એક ટ્રેકટર લોડર પડેલ છે ત્યાં રેતી ખનન (ચોરી) થયા અંગેનો મોટો તાજો ખાડો જોવામાં આવેલ અને અરભમ રાજશી કેશવાલા હાજર મળેલ નહીં ત્યાં પડેલ ટ્રેકટર લોડરના રજી નંબર જોતા જીજે–રપ–બી ર૩ છે અને લોડર ચાલક મળી આવેલ નહીં જેથી સદર લોડરની કી. રૂા. ૪૦૦૦૦૦ ગણી કબ્જે કરી આરોપી અરભમ રાજશીભાઇ કેશવાલા તથા બાલુ દેવશીભાઇ કેશવાલા રહે. બન્ને ઓડદર વાળા વિરૂધ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ–૩૭૯, ૧૧૪ તથા ખાણખનીજ અધિનિયમ ૧૯૫૭ની કલમ ૨૧(પ), ૪(૧), ૪(૧)એ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ બાબતે ખાણખનીજ ખાતાને જાણ કરતા તેઓ મારફત આ જગ્યાએ તપાસ કરાવતા મોટાપાયે રેતીનું ખનન થયેલાનું જણાયેલ છે. આ કામગીરીમાં એલસીબી અને એસઓજી સ્ટાફના બટુકભાઇ, જગમાલભાઇ, દેવેન્દ્રસિંહ, પ્રફત્પલભાઇ, અશોકભાઇ, વિપુલભાઇ, સંજયભાઇ, લખમણભાઇ, મસરીભાઇ, ગીરીશભાઇ એ ભારે જહેમત ઉઠાવી હતી

Comments

comments