ઓડિશામાં મોદીના કાફલાનું ચેકિંગ કરનાર આઇએએસ અધિકારી સસ્પેન્ડ

April 18, 2019 at 11:16 am


બેફામ બોલનારાં નેતાઓ પછી ચૂંટણી પંચે ફરજ પરના અધિકારીઓ સામે પણ કડકાઈ દાખવી છે. મંગળવારે વડાપ્રધાન મોદી ઓડિશાના સંભલપુર ખાતે ચૂંટણી સભા સંબોધવા ગયા ત્યારે તેમના કાફલાની તલાશી લેનાર સનદી અધિકારી મહંમદ મોહસિનને ચૂંટણી પંચે સસ્પેન્ડ કયર્િ છે.
મંગળવારે વડાપ્રધાન ઓડિશાના ચૂંટણી પ્રવાસે હતા ત્યારે સંભલપુર ખાતે જનરલ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવતાં 1996ની બેચના આઇએએસ અધિકારી મહંમદ મોહસિને વડાપ્રધાનના હેલિકોપ્ટર સહિતના કાફલાની તલાશી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વડાપ્રધાને પંદર મિનિટ રોકાવું પડ્યું હતું.

નિયમ મુજબ, સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)નું સુરક્ષા છત્ર ધરાવતા નેતાઓ અને તેમનો કાફલો રુટિન ચેકિંગમાંથી બાકાત રાખવામાં આવે છે. તેમ છતાં અધિકારી મહંમદ મોહસિને તલાશીનો પ્રયાસ કરતાં વડાપ્રધાનના કાયર્લિયે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ફરિયાદની ગંભીરતા પારખીને ચૂંટણી પંચે તરત એક તપાસ સમિતિને સંભલપુર મોકલી હતી, જ્યાં ફરિયાદમાં તથ્ય જણાતાં મહંમદ મોહસિનને તાકિદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ પણ તલાશી લેવાયેલી છેજોકે અગાઉ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકના કાફલાની પણ તલાશી લેવાયેલી છે, પરંતુ વડાપ્રધાનના કાયર્લિયની ફરિયાદ હોવાથી ચૂંટણી પંચ તરત હરકતમાં આવતાં ત્વરિત પગલાં લેવાયા હતા.

Comments

comments