ઓફીસ જતા પહેલા લીપ્સ્ટીક લગાવો છો ? તો રાખો આ સાવચેતી….

November 27, 2019 at 10:22 am


Spread the love

સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરવામાં લિપસ્ટિક નું સ્થાન મહત્વનું રહેલું છે. મેટથી લઈને સાટિન ફિનીશ જેવા અનેક પ્રકારની લિપસ્ટિક બજારમાં ઉપલબ્ધ હોવા છતાં લિપસ્ટિક લગાડતી વખતની નાનીઅમથી ભૂલ ફેશનનો ફિયાસ્કો કરી તમને હાસ્યાસ્પદ બનાવવા પૂરતી છે. આપણા હોઠ ત્વચાના નાજુક પડથી ઢંકાયેલા હોય છે. તેથી તેમા વધારે પડતો ભેજ રહેતો નથી અને ઘણી વાર તે પડ શુષ્ક બની કેટલીક જગ્યાથી ઉખડી જાય છે પરંતુ તેમ છતાં માનુનીઓ ખરબચડા હોઠ પર લિપસ્ટિક લગાડતી હોય છે અને તે હાસ્યાસ્પદ સિદ્ધ થાય છે. જો તમે તમારા હોઠને નિયમિત મોઈશ્ચરાઈઝ ન કરો તો તમારા હોઠ લિપસ્ટિક લગાડયા પછી પણ સાવ સૂકા લાગશે. જો કે હાલ ઘણી મોઈશ્ચરાઈઝરથી ભરપૂર લિપસ્ટિક માર્કેટમાં ઉપલબ્ધ છે તેમ છતાં તમે રાત્રે સૂતા પહેલા લીપ બામ, કોપરેલ તેલ, વાઈટ બટર કે પછી લીપ સ્લીપીંગ માસ્ક લગાડી શકો છો. તમને વારંવાર હોઠને દાંતથી ચાવવાની આદત હોય કે જીભ લગાડવાની આદત હોય તો તે ટાળો.