ઓસ્ટ્રેલિયાની મહિલાએ 14 મહિનામાં કેવી રીતે ઉતાર્યું 54 KG વજન, જાણો વિગત….

January 30, 2019 at 8:22 pm


કહેવત છે કે ‘મન હોય તો માળવે જવાય’, આ કહેવતને એક મહિલાએ સાચી કરી બતાવી છે. 42 વર્ષિય મહિલા પોતાની સ્થૂળ કાયાના કારણે જીવનભર સંધર્ષ કરતી હતી. અચાનક જ પોતાનું 54 કિલો વજન ઘટાડી દીધું છે. કિમ વોર્ડન નામની સિડનીની આ મહિલા અનહેલ્થી લાઈફ જીવી રહી હતી. ફાસ્ટ ફૂડ, ચોકલેટ્સ અને ફ્રાઈડ ચીપ્સના કારણે તેનું વજન નિયંત્રણ બહાર જઈને 121.6 કિલો સુધી પહોંચી ગયું હતું. જોકે પોતાનું વજન ઘટાડવાનું નક્કી કરી લીધું.

બાદમાં તેણે માત્ર 14 મહિનામાં જ 54.2 કિલો વજન ઘટાડી દીધું હતું તે પણ જીમમાં ગયા વિના જ. એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કિમે જણાવ્યું હતું કે, કેવી રીતે તે સાઈઝ 22માંથી સાઈઝ 8માં પહોંચી ગઈ. તેણે કહ્યું કે, મેં કોઈપણ જાતની એક્સરસાઈઝ કર્યાં વિના વજન ઉતાર્યું છે. હું તેના માટે જિમ પણ ગઈ નથી. મેં માત્ર હેલ્થી ફૂડ લીધું હતું.

પોતાના દીકરા ડેનિયલના જન્મ બાદ કીમે વજન ઉતારવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે વેઈટ વોચર્સ ગ્રુપ જોઈન કર્યું હતું પણ માત્ર 10 કિલો વજન ઉતારીને તે થાકી ગઈ હતી. જોકે 10 વર્ષ બાદ ફરીથી તેણે આ પ્રોગ્રામમાં 20 કિલો વજન ઘટાડ્યું હતું. પરંતુ ફરીથી તેની ખાવાની આદત શરૂ થઈ ગઈ. વજન ઘટાડવા માટે તે દવાઓ પણ લીધી પરંતુ તે પણ કામ ન આવી.

છ વર્ષ બાદ તેણે નોકરી ગુમાવી દીધી અને પછી તેનું વજન વધારે વધી ગયું હતું. જોકે 2016માં તેનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તેણે ત્રીજી વાર વેઈટ વોચિસ ગ્રુપ જોઈન કર્યું. તેના આ નિર્ણય બાદ તેની લાઈફ બદલાઈ ગઈ હતી.

લમાં કિમ એક સ્ટ્રીક્ટ ડાયેટ પ્લાન ફોલો કરે છે. તે બ્રેકફાસ્ટમાં સુગર ફ્રી બ્લૂબેરી મેપલ સિરપ યોગર્ટ સાથે અને ફ્રેશ રાસબેરી, ફ્રેશ ફ્રૂટ લે છે. લંચમાં સેન્ડવિચ અને સલાડનું સેવન કરે છે. લંચ બાદ આફ્ટરનૂન સ્નેકમાં બોઈલ્ડ એગ અથવા ફ્રૂટ અને પ્રેત્ઝેલ્સ લે છે.

જ્યારે ડિનરમાં ઓવનમાં બેક્ડ થયેલા શાકભાજી અને ચિકન. તેના પર મિક્સ હર્બ્સ અને ઓલિવ ઓઇલ સાથે કોઈ અન્ય સ્વાદિષ્ટ વાનગી લે છે. બાદમાં ડિનર પછીના સ્નેકમાં ફ્રેશ ખજૂર સાથે પ્રોટીન પિનટ બટર અને થોડા પ્રેત્ઝલ્સનું સેવન કરે છે.

Comments

comments

VOTING POLL