કંગાળ ફોર્મના કારણે વન-ડે ટીમમાં ધોનીનું સ્થાન જોખમમાં

October 11, 2018 at 10:44 am


ભારતીય qક્રકેટ કંટ્રાેલ બોર્ડની પસંદગી સમિતિ વેસ્ટ ઈન્ડિઝ વિરુÙ રમાનારી વન-ડે qક્રકેટ શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી કરશે ત્યારે તેઆે વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને અવઢવમાં હશે. ધોની છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં નથી અને તેના કારણે તેને ટીકાનો સામનો પણ કરવો પડéાે છે.

ધોનીના કંગાળ ફોર્મને જોતા પસંદગીકારો યુવાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કરી શકે છે. ટેસ્ટમાં પદાર્પણ કર્યા બાદ પંતે સાત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને તેની આક્રમક બેટિંગના કારણે તે પસંદગીકારોની પ્રથમ પસંદ હોઈ શકે છે. જોકે, પસંદગીકારો સમગ્ર શ્રેણી માટે ટીમની પસંદગી કરશે કે પ્રથમ ત્રણ મેચ માટે તે હજી નક્કી નથી. ભારતને પાંચ વન-ડે અને ત્રણ ટી20 મેચની શ્રેણી રમવાની છે જેની શરુઆત 21 આેક્ટોબરથી થશે.

આ ઉપરાંત સુકાની વિરાટ કોહલીની હાજરી પણ મહત્વનો ચર્ચાનો મુદ્દાે રહેશે. ભારતને આ શ્રેણી બાદ આેસ્ટ્રેલિયા પ્રવાસે જવાનું છે તેવામાં તેના વ્યસ્ત કાર્યક્રમને જોતા તેને આરામ આપવામાં આવી શકે છે. પરંતુ ધોનીની બાબતમાં પસંદગીકારો શું નિર્ણય લેશે તે નક્કી નથી. તેઆે ધોનીના કવર તરીકે વધારાના બેટ્સમેનને સામેલ કરશે તે જોવાનું રહેશે કેમ કે ભૂતપૂર્વ સુકાનીની વિકેટકીપિંગ હજી પણ પહેલા જેવી જ ધારદાર છે પરંતુ બેટિંગ તેની દાવેદારીને નબળી બનાવે છે.

બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે કે આપણે બધા જાણીએ છીએ કે ધોની વર્લ્ડ કપ સુધી રમવાનો છે પરંતુ પંતને પણ તૈયાર કરવામાં કોઈ ખોટી વાત નથી. પંત છઠ્ઠા અને સાતમાં ક્રમે આક્રમક બેટ્સમેન છે અને તે ફિનિશરની ભૂમિકા ભજવી શકવા સક્ષમ છે.

Iગ્લેન્ડ પ્રવાસમાં આંતરરાષ્ટ્રીય કારકિદ}નો પ્રારંભ કરનારા પંતે આેવલ ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે રાજકોટ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુÙ 92 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત અનુભવી વિકેટકીપર દિનેશ કાતિર્ક પણ છે પરંતુ તેની સાતત્યતા અને મેચ ફિનિશરની ભૂમિકા અંગે પસંદગીકારો ચિંતિત છે.

કેદાર જાધવને હામસ્ટિ²ંગની ઈજા છે તેથી તેને ટીમમાં સામેલ કરવામાં આવશે નહી અને તેની ગેરહાજરીમાં મિડલઆેર્ડરમાં બેટ્સમેનનું સ્થાન ખાલી પડશે. જે માટે અંબાતી રાયડૂ સારો વિકલ્પ બની શકે છે કેમ કે એશિયા કપમાં તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પૂરતો આરામ મળ્યો છે તેથી તેઆે પુનરાગમન કરવા માટે સં છે. રવીન્દ્ર જાડેજાનું સ્થાન પણ નિિશ્ચત માનવામાં આવે છે.

Comments

comments

VOTING POLL