કંડલામાં ટેન્કરે બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનાેના મૃત્યુ

July 30, 2018 at 9:38 pm


સામખિયારી નજીક ટ્રેલર પાછળ ટ્રેલર ભટકાતા ચાલકનું મોત

કંડલામાં ઝીરો પાેઈન્ટ પાસે ટેન્કરે બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનાેના ગંભીર હાલતમાં મૃત્યુ નિપજ્યા હતા. પાેલીસે ટેન્કરની તપાસ માટે આર.ટી.આે.ની પણ મદદ લીધી છે. બીજા બનાવમાં સામખિયારી નજીક ટાયર ફાટેલુ ટ્રેલર સાઈડમાં લેવાનું હતું ત્યારે પાછળથી બીજી ટ્રેલર ભટકાતા ડ્રાઈવરનું મૃત્યું નિપજ્યું હતું.

કંડલા પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, કંડલામાં ઝીરો પાેઈન્ટ પાસે ત્રણ બાઈક સવાર યુવાનાે ઉભા હતા ત્યારે ટેન્કર નંબર જીજે.1ર.ઝેડ.1પર6ના ચાલકે બેદરકારીથી ટેન્કર ચલાવીને સીધુ બાઈક ઉપર ચડાવી દેતા બાઈક સવાર યુવાન સુલ્તાન ગની બાપડા (ઉ.વ.19) (રહે. રામપર), ફારૂક મામદ ભલોટ (ઉ.વ.ર0) (રહે. નવાકંડલા) અને તેના માસીયાઈ ભાઈ અહમદ રજાક રહેમતુલ્લા કેલા (ઉ.વ.ર0) (રહે. તુણા)ના ગંભીર હાલતમાં મોત થયા હતા. બે યુવાનાેના સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યા હતા. એકનું સારવાર તળે મોત થયું હતું. આ બનાવના પગલે પરિવારમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરિ વળ્યુ છે. આ ટેન્કર કેવી રીતે બેકાબુ બન્યું કે બાઈક ઉપર ચડાવી દેવાયુ તે મામલે પાેલીસે ટેન્કરને આર.ટી.આે.માં મોકલ્યું છે. આરોપી ટેન્કર ચાલક સામે પાેલીસે ગુનાેનાેંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં સામખિયારી પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, સામખિયારી – મોરબી હાઈવે પર આગળ જતા ટ્રેલર નં. જીજ.ે1ર.બી.ઈ. 1949 નું ટાયર ફાટી જતાં તેના ચાલક ટ્રેલર સાઈડમાં લઈ રહ્યાા હતા ત્યારે પાછળથી ધસમસતા આવતા ટ્રેલર નં. જીજે.1ર.એ.ઝેડ.9પ69ના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પાછળ ભટકાતા આ ગંભીર – જીવલેણ અકસ્માતમાં ટ્રેલર નં. જીજે.1ર.એ.ઝેડ.9પ69 ના ચાલક અબુજ બહાલુદીન ખાન (ઉ.વ.33) (રહે. શિવમ લોજીસ્ટીક ગાંધીધામ મુળ રહે. સુલ્તાનપુરા)નું ગંભીર હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.

Comments

comments