કંડલા માં થયેલી બે યુવાનોની હત્યામાં સામસામી ફરિયાદો

December 2, 2019 at 9:20 am


Spread the love

કંડલામાં મીઠા મદ્રેસા ની બાજુમાં બે જૂથ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં બે યુવાનોની હત્યા થઈ હતી આ મામલામાં પોલીસે બંને પક્ષના કુલ ૩૬ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને એક શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે
કંડલા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ઈબ્રાહીમ ઉર્ફે અભુ સિંધિક મુગરની ની બાજુમાં રહેતા ગની હારુન મમણ ને સમાજના પ્રમુખ તરીકે હટાવાયા હોય તેનું મન દુખ રાખેલું હોય અવારનવાર ઝઘડો કરતા હતા તાજેતરમાં જ એક મકાન માલબો નાખવા બાબતે પણ ઝઘડો થયો હતો મનદુખ રાખી ને આરોપીઅમરાબેન ગની હારૂન,કુરશા અકબર ઇસ્માઇલ મઠડા,ફાતમા હારૂન મમણ,રહીમાબેન ગની હારૂન,હવાબાઇ રમજાન સોઢા,બીલાલ હાજી મમણ,મામદ ઉર્ફે મમલો મથડા,ઈબ્રાહીમ ઈસ્માઈલ ઉર્ફે સામત મથડા,ઇસ્માઇલ ઉર્ફે સામત મથડા ,ફકીર મહંમદ હારૂન મથડા,કાસમ હારૂન મથડા,અબ્બાસ હારૂન મમણ,ગફૂર મામદ ઉર્ફે સામત મથડા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ છરી ગુપ્તી લોખંડનો પાઈપ તલવાર સહિતના હથિયારો થી આવી ને હુમલો કર્યો હતો જેમાં મામદ યાકુબ મુગરાની અને દાઉદ ઈસ્માઈલ બુચડ ને ગંભીર ઇજાઓ પહોંચાડી તેમની હત્યા કરી દેવામાં આવી હતી તેમજ પાંચ છ લોકોને ઈજાઓ પહોંચી હતી તે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મામલામાં પોલીસે એ ઈબ્રાહીમ ઉર્ફે અભુ સિંધિક મુગરની એં નોંધાવેલી ફરિયાદના આધારે ૧૫ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તો સામા પક્ષે ગની હારુન મમણ એ ફરિયાદ નોંધાવી છે કે બે બાઈક ટકરાયા બાદ બોલાચાલી થઈ હતી
આભાર – નિહારીકા રવિયા પછી બન્ને પક્ષોને સમાધાન ની વાત હતી ત્યારે આરોપી અસગર હુસૈન બુચડ,દાઉદ બુચડ સુલેમાન હુશેન બુચડ ઉમર સુલેમાન મુંગરાણી અકબર જાકુબ મૃગરાણી મામદ જાકુબ મૃગરાણી જાકુબ સાદીક મુંગરાણી હાસમ સિદ્દીક મુંગરાણી ગફૂર હાસમ મુંગરાણી અનવર જાકુબ મૃગરાણી સીધી ઇબ્રાહીમ મુંગરાણી ઇબ્રાહીમ સીધીક અને તેની સાથેના અન્ય આઠ થી નવ શખ્સોએ ઘાતક હથિયારો સાથે આવી હુમલો કરી ફરિયાદી અને સાહેદો ને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી આ મામલામાં પોલીસે મારી તમામ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કંડલા પોલીસે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે કુલ ૩૬ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને એક શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે