કચ્છના 103 ગામોમાં ગૌચરની જમીન જ નથી

February 12, 2019 at 8:52 am


ગાયોના નામે વાતો થાય છે-ગૌરક્ષાની હિમાયત થાય છે પરંતુ ગુજરાતના 31 જિલ્લાઆેના ર7પ4 ગામોમાં ગૌચરની જમીન જ નથી જેમાં કચ્છમાં 103 ગામોમાં ગૌચરની જમીન જ નથી તેવી સત્તાવાર માહિતી મહેસૂલ મંત્રી દ્વારા જે તે ધારાસભ્યોએ પૂછેલા લેખિત જવાબમાં અપાઇ છે.

સૌથી વધુ પશુધન ધરાવતા જિલ્લામાં 103 જેટલા ગામોમાં ગૌચરની જમીન વિહોણા હોય અને છતાંય સરકાર વાતો કરે કે બધુ સમુસૂતરૂં ચાલે છે તે વાત કેટલે અંશે યોગ્ય કહી શકાય.

સરકારે સત્તાવાર રીતે આ વાત સ્વીકારી છે ત્યારે જાણકારો અને નિષ્ણાંતો સરકારને એવો પ્રñ પૂછી રહ્યા છે કે આ ગામો પૈકી કેટલાક ગામોમાં પહેલાં તો ગૌચરની જમીનો હતી તે કયાં ગઇ.

આ ઉપરાંત થયેલા ગૌચરની જમીનમાં થયેલા દબાણ અંગે પણ મહેસૂલ વિભાગે એવો એકરાર કર્યો છે કે, રાજ્યમાં ગૌચરની 47રપ9ર.03 ચોરસ મીટર જમીનમાં દબાણ થયું છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગે આ અંગે સત્તાવાર યાદી બહાર પાડીને આ બાબતનો એકરાર કર્યો છે.

કચ્છ જિલ્લાના 1791ર.14 ચોરસ મીટર વિસ્તારની ગૌચર જમીનમાં દબાણ થયું છે.

ગૌચરની જમીનને દબાણ મુકત કયારે કરાશે તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહ્યાે છે.

Comments

comments

VOTING POLL