કચ્છમાંથી પાકિસ્તાની પરિવાર ઝડપાયું

July 17, 2019 at 8:51 am


Spread the love

પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા પાકિસ્તાની પરિવારને ઝડપી પાડયો હતો. જેની તપાસ દરમિયાન તેની પાસે કચ્છની વિઝા ન હતી તેમ છતાં સંબંધીને મળવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જાપ્તા સાથે પરિવારને હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે મોકલી આપ્યો છે.

આ બનાવની મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા આલુભાઈ રાણાભાઈ મારવાડા (ઉ.વ. પ૦), મોરાનબેન રાણાભાઈ મારવાડા (ઉ.વ. ૬પ), આલુભાઈ મારવાડાની સગીર વયની પુત્રી (તમામ રહે. બંદીન સિંધ પાકિસ્તાન)ના પાસપોર્ટ વિઝા ચેક કરતાં તેઓના વિઝા માત્ર ઉત્તરાખંડ-હરિદ્વાર સુધી જ સિમિત હતા પરંતુ તેઓના કુટુંબીક ભાણેજ દેવાભાઈ ફોટાભાઈ (રહે. કોટકનગર માધાપર)ના ઘરે આવેલ અને પરત જતાં હતા ત્યારે એસઓજીની ટીમ દ્વારા આ પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ કરતાં માધાપરના વિઝા ન હોઈ અહીં આવવાનો ઈરાદો તપાસવો જરૂરી હોય અટકાયત કરી હતી અને જીલ્લામાં કાર્યરત જુદી જુદી એજન્સી મારફતે આ પાકિસ્તાની નાગરિકોનું ઈન્ટ્રોગેશન કરતાં પ્રાથમિક તપાસમાં તેઓ સગા-સંબંધીઓને અહીં મળવા આવ્યા હોવાનું અને અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિમાં જાડાયા ન હોવાનું બહાર આવ્યું હતું. આ પાકિસ્તાની નાગરિકો સંઘ સાથે મુનાબાવાથી પરત વિઝા મારફતે પાકિસ્તાન જવાના હોઈ એસએસપી હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.