કચ્છમાં આઠ વર્ષનાં બાળક સાથેે વધુ બેને સ્વાઇન ફ્લુ

January 19, 2019 at 9:35 am


કચ્છમાં એક બાજુ તાપમાનમાં ખાસ્સાે વધારો થતાં ઠંડીમાં ઘટાડો નાેંધાઇ રહ્યાાે છે જ્યારે બીજી બાજુ સ્વાઇન ફ્લુનાં દરદીઆેમાં સતત વધારો થઇ રહ્યાાે છે. ગઇ કાલ સુધી જીલ્લામાં 63 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાઇ ચૂક્યા હતાં, તેમાં આજે વધુ બે દરદીનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 65 પર પહાેંચી ગયો છે.

છેલ્લા ચાર દિવસથી જીલ્લામાં ખાસ કરીને ઠંડીમાં ખાસ્સી રાહત જોવા મળી રહી છે, પરંતુ સ્વાઇન ફ્લુના પાેઝીટીવ કેસ નાેંધાવાની સંખ્યામાં લેસ માત્ર ઘટાડો જોવા મળતાે નથી. આજે પણ એક બાળક સાથે વધુ બે કેસ નાેંધતાં પાેઝીટીવ કેશનાે આંક વધીને 65 ઉપર પહાેંચી ગયો છે. જ્યારે ગત વર્ષનાં કેસનાે સમાવેશ કરવામાં આવેતાે પાેઝીટીવ કેસનાે આંક 249 પર પહોચ્યો છે.

આજે જે બે દરદીમાં પાેઝીટીવ લક્ષણો સામે આવ્યા તેમાં મુંદરા તાલુકાના ટપ્પર ગામે રહેતા 8 વર્ષના બાળક અને ભુજ તાલુકાનાં દહીસરા ગામમાં રહેતા 40 વષીૅય મહિલાનાે સમાવેશ થાય છે. આ બંન્ને દરદીની તબીયત લથડતા તાત્કાલિક અસરથી નજીકની હોÂસ્પટલમાં વધુ સારવાર અથેૅ ખસેડવામાં આવેલ. જ્યાં રક્તના નમુનાનું પરિક્ષણ કરવામાં આવતાં સ્વાઇન ફ્લુનાં પાેઝીટીવ લક્ષણો સામે આવતાં જીલ્લામાં પાેઝીટીવ કેસની સંખ્યા વધીને 65 ઉપર પહાેંચી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, 1 જાન્યુઆરી 2018થી 31 ડીસેમ્બર સુધીમાં કચ્છમાં સ્વાઇન ફ્લુનાં કુલ 182 જેટલા પાેઝીટીવ કેસ સામે આવ્યા છે, તે પૈકી 14 દરદીનાં મોત થઇ ચૂક્યા છે. જ્યારે જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 65 પાેઝીટીવ કેસ સામે આવતાં જીલ્લામાં કુલ પાેઝીટીવ કેસની સંખ્યા 249 થઇ ચૂકી છે. ઠંડીને કારણે પાેઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો હતાે પરંતુ છેલ્લા ચાર દિવસથી ઠંડીમાં રાહત છતાં પણ કેસ નાેંધાવાની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહેતા આરોગ્ય તંત્રમાં પણ ભારે દોડધામ જોવા મળી રહી છે.

Comments

comments

VOTING POLL