કચ્છમાં ચાર દિવસમાં ૧૪ આંચકાથી લોકોમાં ફફડાટ

April 11, 2019 at 10:24 am


કચ્છમાં ધરા ધ્રુજવાનો સીલસિલો આજે પણ યથાવત જાવા મળ્યો. છેલ્લા ચાર દિવસમાં ચૌદ વખત ધરા ધ્રુજી ચૂકી છે, ત્યારે આજે ફરી વહેલી પરોઢના સમયે રાપર અને ભચાઉની ધરા ધ્રુજી હોવાનાં અહેવાલો સાંપડી રહ્યાં છે. જાકે, આજે આવેલા બે ભૂકંપના આંચકાની તીવ્રતા ખુબ ઓછી હોવાને કારણે કોઇપણ પ્રકારની નુક્સાની થવા પામી નથી, તેમજ લોકોની મીઠી નિદ્રામાં પણ કોઇ ખલેલ પડી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છમાં છેલ્લા ચાર દિવસમાં ચૈદ વખત ધરા ધ્રુજી ચૂકી છે, આ ચૈદ પૈકી બે આંચકાતો ૩ની તીવ્રતાથી વધુ હોવાને કારણે લોકોને તેનો અનુભવ થવા પામ્યો હતો, જેને કારણે સ્વાભાવિક પણે જ ડરનો માહોલ જાવા મળે. તો આજે પણ વહેલી પરોઢનાં સમયે વધુ બે ભૂકંપના આંચકાઓ નોંધાતા જીલ્લામાં ભુગર્ભીય સરવળાટ યથાવત હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

ગાંધીનગર સ્થીત સીસ્મોલોજી સેન્ટરમાંથી મળતી વધુ માહિતી મુજબ વહેલી પરોઢનાં ૪ને ૪૩ મીનીટે ૧ ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૬ કીમી દુર અને ૨૨.૧ કીમીની ઉંડાઇએથી ઉદ્‌ભવ્યો હતો, જ્યારે બીજા આંચકો ૪ને ૪૪ કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા રીકટરસ્કેલ પર ૧.૭ નાંધાવા પામ છે, તો આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૯ કીમી દુર અને ૨૫.૮ કીમી ઉંડાઇએથી ઉદ્‌ભવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે, ગરમીનો પારો જેમ જેમ અપ થઇ રહ્યો છે તેમ તેમ કચ્છમાં ભુગર્ભીય સરવળાટ પણ તેજ બની રહ્યો છે. તેમાય છેલ્લા ચાર દિવસમાં ચૈદ વાર ધરા ધ્રુજી ચૂકી છે, ત્યારે આજે પણ બે વાર ધરા ધ્રુજી ખરી પરંતુ તીવ્રતા ઘણી ઓછી હોવાને કારણે તેનો અનુભવ થયો ન હતો.

Comments

comments

VOTING POLL