કચ્છમાં જુદા જુદા બનાવમાં ચાર મોત

April 20, 2019 at 9:38 am


આદિપુરમાં યુવાનનો આપઘાત, ભચાઉમાં વીજ શોકથી યુવાનનું મોત, માધાપર નજીક અકસ્માતે યુવાનનું અને સામત્રામાં દાઝી જતાં મહિલાનું મોત
કચ્છમાં અલગ અલગ ચાર બનાવમાં એક મહિલા સહિત ત્રણના મૃત્યુ નીપજ્યા હતા. જેમાં આદિપુરમાં યુવાનનું અને ભચાઉમાં વીજ શોક લાગતાં યુવાનનું જ્યારે માધાપરમાં અકસ્માતે યુવાનનું અને સામત્રામાં દાઝી જતાં મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.
આદિપુરના બસ સ્ટેશન સામેના ઝૂંપડામાં કોઈ અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતકરી લીધો હતો.
બનાવની વિગતો મુજબ રામા લખમણભાઈ રાઠોડ (ંમારવાડી) (રહે. બસ સ્ટેશન સામે ઝૂંપડા)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની મળતી વિગતો મુજબ ભચાઉના હનુમાન મંદિર નજીક રહેતાં સાગર પ્રેમજીભાઈ પટેલને ગત તા. ૧૮-૪ના રોજ હનુમાનજી મંદિર પર ધજા ચડાવવા જતાં વીજ શોક લાગ્યો હતો જેને સારવાર માટે ગાંધીધામ હોÂસ્પટલ ખસેડયા બાદ વધુ સારવાર માટે લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
માધાપર નજીક સર્જાયેલા અકસ્માતમાં કાર પલ્ટી જતાં કારમાં સવાર રવિરાજસિંહ જગદીશસિંહ રાણાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કિરણસિંહ વિશાજી ચૌહાણ અને શિવાજી શંકરજી રાજપુતને ઈજાઓ પહોંચતાં ભુજ જી.કે. જનરલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે ભુજ તાલુકાના સામત્રા ગામે ઘરે રસોઈ બનાવતાં ગત તા. ૯-૪ના રોજ દાઝી ગયેલ મીઠીબેન શિવજીભાઈ સુથાર (ઉ.વ. ૬પ)ને જી.કે. જનરલ હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે તમામ બનાવો અંગે અકસ્માત મોતના ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments