કચ્છમાં દસમાંથી આઠ ઉમેદારોની ડીપોઝીટ ગુલ

May 25, 2019 at 9:01 am


કચ્છ લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સહિત દસ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. ત્યારે ગઇ કાલે આવેલા પરિણામમાં ભાજપના ઉમેદરવાર વિક્રમજનક સરસાઇ સાથે જીત મેળવી જ્યારે કોંગ્રેસ બીજા નંબરે રહી. આશ્ચર્યની વાત એછેકે, જીતેલા ઉમેદવારની સરખામણીએ અન્ય ઉમેદવારોએ છઠ્ઠા ભાગનાં મતો લેવા ફરજીયાત છે, પરંતુ કચ્છમાં કોંગ્રેસ સિવાય કોઇને પણ નિયમ મુજમ મતો નહીં મળતાં આઠ ઉમેદવારોની ડીપોઝીટ ગુલ થઇ હોવાનાં અહેવાલો સાંપડી રહ્યાં છે.
આ બાબતે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચૂંટણીપંચનાં નિયમ મુજબ ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવાર હોય અને તેને મળેલા મતોની સરખામણીએ અન્ય ઉમેદવારોને મીનીમમ છઠ્ઠા ભાગનાં મત મળવા જાઇએ. તો અને તો જ ડીપોઝીટ પરત મળતી હોય છે.
જ્યારે કચ્છમાં યોજાયેલ લોક સભાની ચૂંટણીમાં કુલ દસ ઉમેદવારો હતાં તે પૈકી ભાજપનાં ઉમેદવાર ૩ લાખ જેટલા મતોની સરસાઇથી વિજયી બન્યા જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર બીજા નંબરે રહ્યાં. વળી, ચૂંટણી પંચે નિયત કરેલા ડીપોઝીટના નિયમ કરતાં કોંગ્રેસના ઉમેદવારને વધુ મતો મળતાં તેઓનું તેમજ એક માત્ર ડીપોઝીટ બચી છે. જ્યારે અન્ય આઠે આઠ ઉમેદવારોની ડીપોજીટ જપ્ત થવા પામી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે દસ ઉમેદવારોએ જંપલાવ્યું હતું, તે ઉમેદવારોને મળેલા મતો ઉપર નજર કરવામાં આવેતો ૩ લાખ જેટલા માતબર મતોથી વિક્રમજનક સરસાઇથી વિજય બનેલા ભાજપનાં ઉમેદાવર વિનોદ ચાવડાને ૬,૩૭,૦૩૪ મતો મળ્યા હતાં જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર નરેશ મહેશ્વરીને ૩,૩૧,૫૨૧ મતો મળ્યાં. આ સિવાય અન્ય ઉમેદવારો પૈકી લખુભાઇ વાઘેલાને ૭,૪૪૮, પ્રવિણભાઇ ચાવડાને ૨,૧૫૫, ધીરૂભાઇ શ્રીમાળીને ૧,૫૯૬, દેવજીભાઇ મહેશ્વરીને ૧૦,૦૯૮, બાલુબેન સોંદરવાને ૧,૬૯૯, બાબુલાલ વાઘેલાને ૨,૧૪૧ અને મનીષાબેન મારૂને ૪,૯૨૮ મતો મળ્યાં હતાં.

Comments

comments

VOTING POLL