કચ્છમાં રૂા.20 હજાર કરોડના ખર્ચે અલ્ટ્રા-મેગા સોલાર પ્લાન્ટ સ્થપાશે

August 20, 2019 at 11:27 am


રાષ્ટ્રીય એનજીર્ કંપની એનટીપીસી ગુજરાતમાં કચ્છ ખાતે 5,000 મેગાવોટ સુધીનું ઉત્પાદન કરી શકે તેવો અલ્ટ્રા-મેગા સોલાર પાર્ક સ્થાપવાની યોજના ધરાવે છે અને તેમાં રૂા.20,000 કરોડ કે તેનાથી પણ વધારે રોકાણ કરવામાં આવશે.

અમે કચ્છમાં અને રાજસ્થાનમાં પણ અલ્ટ્રા-મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માટે વિચારી રહ્યાં છીએ. કચ્છમાં અમે પ્રતિ મેગાવોટ રૂા.4 કરોડના રોકાણ સાથે 5,000 મેગાવોટનું ઉત્પાદન કરવાની યોજના ધરાવીએ છીએ, જેના માટે કુલ 20,000 કરોડનું રોકાણ કરવું પડશે. અમે કચ્છમાં બેથી ત્રણ સ્થળો શોધી રહ્યાં છીએ. આ પાર્કમાં રોકાણ કરવા માટે અમે અન્ય કંપનીઆેને પણ આમંત્રિત કરીશું. એમ એનટીપીસીના ચેરમેન અને એમડી ગુરૂદીપ સિંઘે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કંપની રાજસ્થાનમાં પણ અલ્ટ્રા મેગા સોલર પાર્ક સ્થાપવા માટે નજર દોડાવી રહી છે. પરંતુ સ્થળની પસંદગી થઈ ગયા પછી જ કેટલું ઉત્પાદન કરવામાં આવશે અને કેટલાં રોકાણની જરૂર પડશે તે અંગેનો નિર્ણય લઈશું. એનટીપીસી સોલિડ વેસ્ટમાંથી વીજળીનું ઉત્પાદન કરવા માટે વિવિધ શહેરોની મ્યુનિસિપાલિટીઆે સાથે જોડાણ કરવાની પણ યોજના ધરાવે છે.

ઉત્તરપ્રદેશમાં બનારસ ખાતે ગયા વર્ષથી અમે પાઈલોટ પ્રાેજેકટ ચલાવી રહ્યા છીએ, જ્યાં બાયો-વેસ્ટમાંથી વીજળી બનાવીએ છીએ. હવે અમે ઈસ્ટ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે આવો સમાન પ્રાેજેકટ ચલાવીને દૈનિક 20 મેગાવોટનું ઉત્પાદન કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ અને આવતા 30 મહિનામાં અમે ટેન્ડર પણ બહાર પાડીશું. સુરતમાં અમારી પાસે જમીન હોવાથી અમે સુરતની મ્યુનિસિપાલિટી સાથે વાટાઘાટના અંતિમ તબકકામાં પહાેંચી ગયા છીએ અને અમે ટૂંક સમયમાં ત્યાંનો કોન્ટ્રાકટ ફાળવવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. કંપની લદ્દાખ માટે પણ આવી જ યોજના ધરાવે છે. એમ સિંઘે ઉમેર્યું હતું. અમે વેસ્ટ મેનેજમેન્ટ માટે વધુ મ્યુનિસિપાલિટીઆે સાથે ભાગીદારી કરવા આતુર છીએ. અમારી માત્ર એક માંગણી છેકે, તેઆે અમારા પ્લાન્ટ સુધી વેસ્ટ પહાેંચાડે. એનટીપીસી બેન્કરપ્સી પ્રક્રિયા મારફતે સારા પ્રાેજેકટ્સ મળે તો ખરીદવા માટે આતુર છે.

Comments

comments