કચ્છમાં વાતાવરણમાં પલ્ટોઃ રાપર, અબડાસા તાલુકામાં કરા સાથે માવઠું

April 17, 2019 at 9:11 am


બે દિવસથી પલ્ટાયેલા વાતાવરણ બાદ મંગળવારે બપોરે અબડાસા અને રાપર પંથકમાં કરા સાથે માવઠું થતાં ખેડૂતોની મૂશ્કેલી વધી છે.
બપોરના રાપર તાલુકાના ગામોમાં કરા સાથે વરસાદ પડયા બાદ અબડાસા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોની મૂશ્કેલીમાં વધારો થયો છે.
એક તરફ ઓછા વરસાદને કારણે મૂશ્કેલી અનુભવી રહેલા ખેડૂતોને આજે પડેલા માવઠાથી પાકને ભારે નુકશાન થાય તેમ મનાઈ રહ્યું છે જા કે બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે બપોર બાદ રાપર તાલુકા ના તાલુકા મથકે ઝરમર ઝરમર ગાજ વીજ સાથે વરસાદ પડતાં માર્ગો ભીના થઈ ગયા હતા તો તાલુકા ના વજેપર, રામવાવ વાડી વિસ્તાર, ખેંગારપર, કંથકોટ વિસ્તારમાં કરા પડ્‌યા ના અહેવાલો મળી રહ્યા છે તો પ્રાંથળ ના આણંદપર, ખારસર વાંઢ, વૃજવાણી સહિતના વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ થયો હતો અને ગામમાં થી જોશભેર પાણી વહી નીકળ્યા હતા કમોસમી વરસાદ પડતાં ખેતરો મા તૈયાર થયેલા રવિપાક કે જે ખરવાળ મા કાઢવા માટે ના જીરું.. ઈસબગુલ, ધઉં, એરંડા સહિત ના પાકો ને નુકસાન થવાની ભીતિ રામવાવ ના માજી સરપંચ કરશન ભાઈ વરચંદે વ્યક્ત કરી હતી

Comments

comments